________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમા
પહેલવ
ATTEN
Jain Education International
શિખામણુ મળી નથી ! આ સંતપુરુષોમાં શિખર સમાન ધન્યકુમાર તમે અપરાધ કર્યાં છે છતાં પણ તેનું સૌજન્ય મૂકતો નથી, છતાં તમે કૃતઘ્નીએમાં અગ્રેસર અને નિજ છે કે ધન્યકુમારે કરેલા સે’કડા ઉપકારોને ખીલકુલ ભૂલી જામે છે, પણ જો તમારે સુખની ઇચ્છા હોય તે તેની પાસે રહી તેની સેવા કરો, તે જ તમારું શ્રેય થશે.”
આ પ્રમાણેના દ્રવ્યના અધિષ્ટાયિક દેવાનાં વચનો સાંભળીને તેમને પ્રતિબંધ થયા, અને તે ધન મૂકી દઈ ને પાછા ફરી તે ઘરમાં ગયાં, અને ધન્યકુમારને કહેવા લાગ્યા કે− વત્સ ! તું જ ખરા ભાગ્યવંત છે, તું જ ખરો નિધિ છે, અમે તે નિર્ભાગીમાં અગ્રણી છીએ, આજે દેવતાના મુખથી ઉપદેશ સાંભળી અમને પ્રતિધ થયા છે. અરે જગન્મિત્ર ! અત્યાર સુધી માસથી ઘેરાયેલા અમે એ અંધકારથી ઘેરાયેલા પક્ષીઓ સૂઈના મહિમા ન જાણે તેમ તારો મહિમા જાણ્યા નહિ. હું બધુ ! શરદઋતુના ચંદ્ર `ખની સાથે ખદ્યોતનાં બચ્ચાં જેમ હરીફાઈ કરે તેમ નિર્ભાગી એવા અમે તારી સાથે નકામી સ્પર્ધા કરી. બુદ્ધિ, વિવેક તથા પુન્યરહિત એવા અમેએ અંતરમાં અભિમાન વધી જવાથી કુળના કલ્પવૃક્ષ જેવા તને એળખ્યા નહિ. ચિંતામણિને કાચના કટકા તુલ્ય ગણ્યા. આ સર્વ અમારા અજ્ઞાનના વિલાસને તારે ખમવે. તું તે ગુણરૂપી રત્નાના સમુદ્ર છે, અમે તે ખાબોચીયા જેવા ક્ષુલ્લક છીએ. અત્યાર સુધી તારી સાથે અમે જે જે પ્રતિકૂળ વતન કયું, તે સ'ભારતાં અમને બહુ શરમ આવે છે અને તારી પાસે મેહું શું દેખાડીએ એમ થાય છે.” આ પ્રમાણેના તેના
For Personal & Private Use Only
* ૮૩ www.airnellbrary.org