________________
મી. કન્યકાર
પરિત્ર ભાગ ૨
આઠમે પલ્લવ
BE3%8888888888888888888888888889
ભવમાં મેં તે માત્ર પારકી નેકરી કરી છે, અને તેનાં કાર્યો કરીને માત્ર પાપને બંધ કર્યો છે, એવું કાંઈ પણ સુકૃત કર્યું નથી કે જે મારી સાથે આવે માત્ર એક જ વાર મુનિમહારાજને દાન આપ્યું છે. બીજુ કાંઈ પણ પુણ્ય ઉપાર્જન કર્યું નથી. તે શેકીઆઓને ધન્ય છે કે જેઓ હંમેશા મુનિદાનમાં પ્રવર્તે છે. મેં તે આ જન્મમાં એક જ વાર દાન આપ્યું છે, તે મારૂ દાન સફળ થાઓ. મારે તે તે મુનિમહારાજનું જ શરણ છે આ પ્રમાણે ધ્યાન ધરે તે દુર્ગતપતાક મૃત્યુ પામ્યું અને મરીને તે જ ધનસુંદરી શેઠાણીની કુક્ષિમાં -પુત્રપણે ઉત્પન્ન થયે. જમ્યા પછી કુમારવન્ય પ્રાપ્ત થતાં મેં પૂર્વે અનુભવેલ-દેખેલ ઘર, વસ્તુ, મનુષ્યાદિક જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મહર્ષિને દાન દેવાના ફળ રૂપે હું આ ઘરને સ્વામી થયે છું, તેથી હું હંમેશા બેસું છું કે “ દાન જે દિનં મુનિવરહ” ઈત્યાદિ.
, આ પ્રમાણે ધનદ કહેલ સર્વ વાત સાંભળી ચિત્તમાં ચમત્કાર પામી ભગદેવ ચિંતવવા લાગે કે –“ અહે! કેવળી ભગવંતનું જ્ઞાન કેવું છે! અહો! સંસારનું આ ન ચિંતવી શકાય તેવું સ્વરૂ૫ કેવું છે! અહા સંચયશીલ શેઠની મૂઢતા તથા કૃપણુતા કેવી છે ! આ પ્રમાણે સંસારભાવના ભાવતા કેવળ ભગવંતના વચન ઉપર તેને બહુ વિશ્વાસ આબે અને સુપાત્ર દાનમાં તેને અતિ આદર થયે. ત્યાર પછી ભગવતીને તેણે કહ્યું કે-“ હે સુભગે ! કેવળી ભગવંતના વચનની પ્રતિતી થઈ. જે જગની સ્થિતિ બદલાઈ જાય, તે પણ કેવળીનાં વચન અન્યથા થતાં જ નથી.”
એક દિવસ કઈ ગણધર નામે અતિશય જ્ઞાનવંત સાધુ સંચયશીલ શેઠને ઘરે ભિક્ષા માટે પધાર્યા.
99988888888888888888888888888888888
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org