________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
અઠામે
આ પ્રમાણેનાં પતિનાં વચન સાંભળીને ભોગવતી બેલ-“સ્વામિન્ ! આપે જે કહ્યું તે પ્રમાણ છે, હવે સંયમને ઝડણ કરવાને અવસર પણ છે, તેથી તેમાં પણ આપણી પ્રશંસા થશે, અને ઊંચિત કાર્ય કરવાથી આપણી ઉભય લેકની સિદ્ધિ થશે. તેથી આપે જે ચિંતવ્યું તે સફળ થાઓ હું પણ આપની સાથે જ ચારિત્ર ગ્રહણ કરીશ. કુળવતી સ્ત્રીને પતિ વગર ઘરમાં રહેવું તે સ્મશાનમાં રહેવા બરાબર જ છે, તેથી શિઘતાની ઈચ્છા પ્રમાણે કરજો. આ પ્રમાણેનાં પ્રિયાનાં વચન સાંભળીને તેને બૈરાગ્યરંગ બેવડો થવાથી તેણે આખા નગરમાં સર્વ જિનેશ્વરનાં મંદિરોમાં દ્રવ્યાદિક આપીને અઠ્ઠાઈ મહોત્સવે શરૂ કરાવ્યા. ભંભા, ભેર વિગેરે વાજીંત્રોના વિનિથી બધી દિશાઓ પૂરી દીધી. આખી નગરીમાં અમારિપટ વગડા. સાતે ક્ષેત્રોમાં અપરિમિત ધન વાપર્યું. ઘણા દીન હીન દુઃખિત જનો ને પુષ્કળ ધનનું દાન આપીને તેઓનું દારિદ્ર કાપી નાખ્યું. વજન કુટુંબીઓને ઈચ્છાનુસાર આપીને સંધ્યા પછી સ્વજન, મિત્ર, જ્ઞાતિવર્ગના માણસને બેલાવીને ઉત્તમ ભોજન તાંબુલ, વસ્ત્ર, આભરણાદિક વડે તેમને સંતોષી તેઓની સમક્ષ કુટુંબને ભાર પિતાના પુત્રને માથે નાખીને સર્વની સમક્ષ ભોગદેવે કહ્યું કે-“મારે સ્થાને આ પુત્રને આપની સમક્ષ હું બધું સંપુ છું. આપ સર્વે તેને મારી જે જ ગણજે. કારકે તેનું મહત્ત્વ તમારા જ હાથમાં છે. જો કેઈ વખત તે ખુલના કરે તે એકાંતમાં તેને શિખામણ આપીને તેને સારી રીતે સાચવો. આ પ્રમાણે સ્વજનાદિકને કહી ને પુત્ર સામું જોઈ તે બે કે-“વત્સ આ સર્વ તારા હિતચિંતક તારા પક્ષનું પોષણ કરનારા છે, તેથી તેમની અનુકુળતા પ્રમાણે હંમેશા વર્તો તેમનાથી પ્રતિકુળપણે કદિ વર્તીશ નહિ, હંમેશા દાન, પુણ્ય અને પરોપકાર પરાયણ રહેજે. વ્રત નિય
ક ૧૨૮
Jain Education Interra
For Personal & Private Use Only
www.jainelibrary.org