________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ આઠમે પલ્લવ
તે મંત્ર વિનયપૂર્વક ગ્રતુણુ કર્યો પછી માતંગે કહ્યું કે અહીં મારી સહાયથી જ આ મંત્ર તું સાધ કે જેથી નિર્વિદનપણે તે મંત્રની તને સિદ્ધિ થાય.” સુચિદે તેની સહાયથી આત્માને કૃતાર્થ માનતાં તે મંત્રની સાધના કરી. પછી માતંગે કહ્યું કે-“હવે તું તારે ઘેર જા, ત્યાં જઈને તારું ઈસિત કરજે.” આમ કહીને ઘેર જવાની રજા આપી, એટલે સુચિદે પણ તેને નમસ્કાર કરીને પિતાના ઘર તરફ ચાલે. માર્ગે ચાલતાં અનેક મનોરથે કરતે કેટલેક દિવસે ઘેર પહેંચે. ઘરે આવીને પહેલાં તે તેણે યક્ષિણીની સાધના કરવાની સામગ્રી એકઠી કરી. એક સ્વચ્છ જમીન ઉપર મંડળને આળેખ કર્યો. તે આળેખીને યક્ષિણીને પૂજા પ્રકાર શરૂ કર્યો. ત્યાં બેસીને મંત્ર સંભારવા લાગે, પણ દુર્ભાગ્યના
ગથી તે મંત્રનું મુખ્ય પદ ભૂલી ગયો. “હવે મારે શી ચિંતા છે?’ એવા અતિ હર્ષથી મન ભરાઈ જવાને લીધે સેંકડો મનેર કરવામાં ઉત્સાહવત્ થયેલ તે મંત્રનું એક પદ ભૂલી ગયે. ઘણી રીતે ઉહાપોહ કર્યો પણ આવરણ ચઢી જવાથી તે મંત્રપદ સ્મૃતિમાં આવ્યું નહિ, તેમ થતાં જ ફળ ચુકેલા વાંદરાની જેમ તે વિલ થઈ ગયો. ફરીથી પાછો ગ્રામ, નગર, ઉપવનમાં ભટકતે માતંગને શોધવા લાગ્યો. ઘણે દિવસે તેને તેને પત્તો મળ્યો કે તે માતંગ અમુક સ્થાને રહે છે. ત્યારપછી તે માતંગની પાસે ગયે. જેવો હતો તેને તે દેખીને માતંગે પાછા આવવાનું કારણ પૂછયું, એટલે એક મંત્રીપદના વિસ્મરણની હકીકત તેણે કહી સંભળાવી. તે સાંભળ કરૂણા ઉત્પન્ન થવાથી તેણે કહ્યું કે-“અરે ભાઈ! તું તે ભૂલી જવાના સ્વભાવવાળે દેખાય છે. અને તે વિદ્યા તે એક જ વાર અપાય છે, બીજીવાર અપાતી નથી એવી ગુરૂની આજ્ઞા છે. જે બીજીવાર આપું તે મારી અને તારી બન્નેની વિદ્યા નિષ્ફળ જાય, તેથી
KRER.XXXXXXXXXXXXX*******
ક ૧૦૨
Jain Education Inter
For Personal & Private Use Only
www.ainelibrary.org