________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ
હતો. એક દિવસે તે લક્ષમીદેવીનું હસતુ મુખ જોઈને શ્રીદેવે પૂછયું કે “આપ આજે હસો છે તેનું શું કારણ?” લક્ષમીએ કહ્યું કે-“હે શ્રીદેવ ! તું પરમપદને સાધનાર, પરમ કરૂણારૂપી અમૃતરસથી ભરેલા કામકુંભ જેવા, સકળ ચરાચર નું હિત કરવામાં તત્પર, સર્વસુર અને નરના અધિપતિઓ જેના ચરણકમળમાં નમે છે, તેવા સમસ્ત વાંછિત સુખને દેવાવાળા અને ત્રણ જગમાં ઉત્તમ એવા શ્રી જિનેન્દ્રને છોડી દઈને આ લેકમાં જ રહેવા બંધાયેલી મારી બહુ પ્રકારે પુજા કરે છે ! હું તો પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલ પુણ્યના વશથી જ સ્થિરભાવ કરીને રહેવા શક્તિવંત છું. જ્યાં સુધી પ્રબળ -પુણ્યને ઉદય સ્થિર હોય ત્યાં સુધી રહી શકું છું. મારી પ્રસન્નતાથી હું રહી શકતી નથી, તેથી જેની સેવનાથી કાર્ય ન થાય તેની સેવા કરવી નકામી છે. “લક્ષમી પુણ્યાધીન છે. તે વાત જગતમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. પુણ્ય તો શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ અને દાન, શીલ તથા તપ વગેરેના આરાધનથી થાય છે, મારી સેવાથી થતું નથી. તેથી તું મારી નકામી અત્યંત સેવા કરે છે, તે જોઈને હું તારી હાંસી કરું છું.” શ્રીદેવે તે સાંભળીને કહ્યું કે “ભગવતિ ! તારી પૂજામાં પરાયણ રહેનાર મારું જે થવાનું હોય તે થાઓ, હું તો તારી પૂજા પ્રાણ પણ મૂકીશ નહિ.” આ પ્રમાણે કહીને નિશ્ચલ ચિત્તવાળો તે હંમેશા લક્ષ્મીનું પૂજન કરતો છતો દિવસો પસાર કરવા લાગ્યા.
એક દિવસે લક્ષમીપૂજાનાં અવસરે લક્ષ્મીનું શ્યામસુખ જોઈને શ્રીદેવે પૂછયું કે-“ભગવતિ ! શકારણથી આજે તમે વિવર્ણ (અન્યવર્ણવાળા ) મુખવાળા દેખાવો છો ? ” લ૯મીએ કહ્યું કે–“તારે ત્યાં
ક ૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org