________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આઠમ પલવ
આવે છે, પણ કાંઠા ઉપર રહેલાને કશા ઉપયોગમાં આવતું નથી, તેવી રીતે ભાઈઓથી જે લક્ષમીને ઉપગ લેવાતા નથી. તે લક્ષ્મી નિરર્થક છે. મેરૂની સુવર્ણસંપત્તિની જેમ મળેલી લક્ષમી મને પસંદ નથી, કે જે લક્ષ્મી લાંબા કાળ સુધી આસપાસ ફરનાર મિત્રને પણ ઉપકાર કરનારી થતી નથી, કેઈના ઉપગમાં આવતી નથી, તેથી હે પૂજ્ય બંધુઓ ! મારા ઉપર કૃપા કરો, તમે અહીં રહે, અને આ લક્ષ્મી દાન તથા ભેગ વડે ઈચ્છાનુસાર વાપરીને સફળ કરો. આ બાળકની તે ઈચ્છા પૂર્ણ કરે.” આ પ્રમાણે વિનય તથા ભકિતગર્ભિત ધન્યની વાણી સાંભળીને માનદૃષથી દોષિત થયેલા તથા ઈષ્યથી જવલિત અંતઃકરણવાળા તેઓ બેલ્યા કે-“ભાઈ ! અમે લઘુ ભાઈના ઘરમાં રહેવા ઈચ્છતા નથી, કારણ કે નાના ભાઈને ઘરમાં રહેવાથી અમારી મોટાઈમાં ખામી આવે. શું સૂર્ય શુકના ઘરમાં વાસ કરે તો હલકે કહેવાતું નથી? તેથી બાપનું ધન વહેંચીને અમને આપે, એટલે અમે જુદું ઘર લઈને ત્યાં નિવાસ કરીએ.” આ પ્રમાણેની તેમની વાણી સાંભળીને વિવેકી અને સરળ આશયવાળા ધન્યકુમાર પિતાના મૂળ શુદ્ધ એવા સેંકડો ગુણને નહિ છેડતાં બોલ્યા કે- જે તમારું અંતઃકરણ તેમજ ખુશી હોય તે બહુ સારું. મારે તે તમારી આજ્ઞા પ્રમાણુ જ છે.” આ પ્રમાણે કહીને ભંડારીને બેલાવીને આજ્ઞા કરી કે- આ ત્રણે પૂજ્ય વડીલબંધુઓને દરેકને ચૌદ ચૌદ સુવર્ણ કેટી આપ. તે સાંભળીને તેણે કહ્યું કે “બહુ સારું સ્વામી આજ્ઞા મારે પ્રમાણ છે.” તે પ્રમાણે કહીને તથા પ્રણામ કરીને તે ત્રણેને ભંડારીએ કહ્યું કે–“ આવે, પધારો, સ્વામીની આજ્ઞાનુસાર ચૌઢ સુવર્ણકટી તમને આપું.” તેથી તેઓ ધન ગ્રહણ કરવા ભંડારીની સાથે ચાલ્યા, તે વખતે જે સમાજને પરિજને
'
Jain Education Intematonal
For Personal & Private Use Only
www.jainelibrary.org