________________
શ્રી
ધન્યકુમાર
ચરિત
ભાગ-૨
પહેલવ આઠમ
SSSSSSSSSSSSSSSSSSSSB2S2O SESSAGES
શી વાત કરીએ? જ્યાં ઉદરવૃત્તિ થાય તે જ સ્વદેશ ગણવો.” ધ પૂછયું- તમારા માતાપિતા જીવે છે?” તેઓએ કહ્યું કે “હા, જીવે છે.” ધન્યકુમારે પૂછયું કે-“તેઓ કયાં છે?” તેઓએ કહ્યું કે જે ગામમાં અમે રહીએ છીએ, તે ગામમાં અમારા માબાપ અને સ્ત્રીઓ પણ છે, અમારી સાથે નથી.” ધન્યકુમારે વિચાર્યું કે-“અરે ! જુઓ ! દારિદ્રયના દુઃખથી પીડાયેલા એવા ત્રણે બંધુઓ પ્રત્યક્ષ પાસે ઊભેલા એવા મને પણ ઓળખતા નથી, ઉલટા મારાથી ભય પામે છે.” પછી ધન્યકુમાર ઊભા થયા અને મોટા બંધુઓને આગળ કરી પ્રણામ કરીને કહ્યું કે-“શું મને ન ઓળખે ? તમારે નાનો ભાઈ ધન્યકુમાર.” તે પ્રમાણે કહીને તેમને ઘરમાં લઈ ગયા. સેવકોએ તેમને અભંગ, સ્નાન, મજજનાદિક કરાવ્યા, અતિ અદ્ભુત એવા વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મોટાભાઈઓને આગળ કરીને હર્ષ પૂર્વક વિનય સહિત યાચિત સ્થાને બેસી વિવિધ પ્રકારની અદ્ભુત રસોઈ સૌ સાથે જમ્યા. પછી આચમન કરીને, ઘરના અંદરના ભાગમાં જઈ ભવ્ય આસન ઉપર તેમને બેસાડી પંચસુગધીયુક્ત તાંબુલાદિક આપી, અતિ સત્કારપૂર્વક હાથ જોડીને કૌશાંબી છોડી ત્યારથી માલવદેશમાં આવ્યા, ત્યાં સુધીનું સર્વ સ્વરૂપ પૂછયું, એટલે તેનું ગામ લુંટાયા વગેરેની સર્વ હકીકત તેઓએ યથાસ્થિત કહી બતાવી તે બરાબર સાંભળીને પછી ધન્યકુમારે તેઓને કહ્યું કે “ અરે વડીલ બંધુઓ ! હવે પૂર્વે અનુભવેલું દુઃખ સંભારશે નહિ, ચિત્તની પ્રસન્નતાથી અને સુખેથી રહે. આ લક્ષ્મી, આ ઘર, આ અ, આ બળદે, આ રથે, આ ગામ (સેવક) તે બધા તમારા જ છે, હું પણ તમારે અનુચર છું, તેથી જે ઈચ્છા આવે તે ગ્રહણ કરે, કારણ કે જે લક્ષ્મી બંધુઓના ઉપભેગમાં ન આવે, તે લક્ષમી વખણાતી નથી. ભરતી વેળાએ ઘણું જળ સમુદ્રમાં
Jain Education Inter!
For Personal & Private Use Only
www.jainelibrary.org