________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
વચનો સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક કહ્યું કે-“અરે ! તમે મારા વડીલે છે. હું તે તમારા અનુચર તુલ્ય છું આટલા દિવસ સુધી મારા ‘જ દુષ્કર્મને ઉદય હો, કે જેથી આપની કૃપા મારા ઉપર નહતી. હવે આ બાળક ઉપર આપની પ્રસન્નતા થઈ, તેથી મારા સર્વે મનવાંછિત સફળ થયાં, હવે મારે કાંઈ પણ ઉણપ રહી નહી. આ ધન, આ ઘર, આ સંપત્તિ બધી તમારી જ છે, હું પણ આપની આજ્ઞાનું પાલન કરનાર છું, તેથી આ ધનને ઈચ્છાનુસાર દાન, ભેગ, વિલાસાદિકમાં ઉપયોગ કરે, અહીં કાંઈ પણ ન્યુનતા નથી, તેથી તમારા મનમાં જરા પણ શંકા લાવશે નહિ.”
આઠમો પલ્લવ
WEBDASA888888888888888888888888
આ પ્રમાણે વિનયપૂર્વક મિષ્ટ વચનો વડે તેને સંધ્યા , તેઓ પણ મત્સર રહિત થયા, અને ચિત્તની પ્રસન્નતાથી દાન અને ભેગમાં ધનનો વિલાસ કરવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમાર મોટાભાઈએને માલવમંડળમાં પિતાના નિવાસના ગામનું નામાદિક પૂછીને પિતાના વિશ્વાસવાળા પ્રધાન પુરુષને અનેક રથ, અશ્વ, પાયદળ, વગેરે પરિવાર સહિત ત્યાં મોકલ્યા. તેઓ અતિ બહુમાન તથા યત્નપૂર્વક ધન્યકુમારના માબાપને તથા તેની ત્રણે ભાઈઓને રાજગૃહી લઈ આવ્યા. “રાજગૃહીના ઉપવનમાં તેઓ આવેલા છે, તેવા સમાચાર મળતાં મોટા આડંબર સહિત ચારે ભાઈઓ માબાપની સન્મુખ ગયા, અને માબાપને નમસ્કાર કરીને દાન તથા માનપૂર્વક મહોત્સવ સહિત તેમનો નગરપ્રવેશ કરાવ્યું. મોટી ભક્તિ વડે તેમને ઘેર લઈ જઈ ભવ્ય આસન ઉપર બેસાડીને ચાર ભાઈઓએ ચાર પુરુષાર્થ એકઠા થયા હેય તેમ એકઠા થઈને માબાપને નમસ્કાર કર્યા. તે વખતે ત્રણે મટાભાઈઓએ કહ્યું કે-“પિતાજી! આટલા
欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧&&&&
Jain Education Intel
For Personal & Private Use Only
www.jainelibrary.org