________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
લાકડી વડે પ્રેરાતા, લક્ષમીને નાશ થઈ જવાથી ભારહિત થયેલા અને દુદર્શાને પામેલા પિતાના ભાઈએને બીકથી અતિશય ઉતાવળા ગુણોને ફેરવતા ધન્યકુમારે દીઠા. તેમને દેખીને “આ શું ? ? એમ સંભ્રમમાં પડીને તે વિચારવા લાગ્યા કે “ અરે ! આ મારા બંધુઓને રાજ્ય, ધન, સુવર્ણ, રૂપુ વગેરે નવે પ્રકારના પરિગ્રહથી ભરેલા ઘરે સાથે પાંચશે ગામના અધિપતિપણા સહિત અનેક સામંતો, સુભટો, હાથી, ઘોડા, પાયદળ વગેરેથી સેવાતા મૂકીને હું આવ્યો હતે. અરે શું ! આટલા દિવસની અંદર જ તેઓની આવી સ્થિતિ થઈ? આ કેમ સંભવે? અથવા તે કર્મની ગતિ વિચિત્ર છે! દઢ રસથી બાંધેલા પૂર્વે કરેલા કર્મના ઉદય ફેડવાને કઈ સમર્થ નથી, એવું જિનેશ્વર ભગવંતનું વચન કેઈ દિવસ અન્યથા થતું જ નથી, બીજાઓએ પણ કહ્યું છે કે...
B8B2%%B8%9925888888888888888888
कृतकर्म क्षया नास्तिः कल्पकाटि शतैरपि ।
अवश्यमेव भोक्तव्य कृत कम शुभाशुभं ॥ કડો કપ જાય તે પણ કરેલા કર્મને ક્ષય થતો નથી, શુભ અથવા અશુભ જે કાંઈ કર્મ કર્યા હોય તે અવશ્ય ભોગવવાં જ પડે છે.” આ ચક્રવર્તાદિકોએ પણ વિવિધ પ્રકારની દુર્દશા અનુભવી છે. તે આની તે શી વાત? આ પ્રમાણે ચિંતવીને વળી વિચારવા લાગ્યા કે-“અરે ! હું આવા સાંસારિક સુખથી પરિપૂર્ણ છું, અને મારા
ક
૭૮
Jain Education Intemarex
For Personal & Private Use Only
www.jainelibrary.org