________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
'પલવ આઠમ
论似双双级院院忍图网图別協网於以稳稳凶
બાધા રાખેલી તે કાર્ય સફળ થવાથી વૃદ્ધા સહિત જવાની ઈચ્છા કરે છે. તે જ્યારે તે સ્થળે જશે ત્યારે સમય મળશે. તે વખતે પણ અમે રાજગૃહે તો આવી શકીશું જ નહિ. કારણ કે ઘણા વખતથી વિશ્વસનીય સેવકે કોઈને ઘેર તે અમને જવા દેતાજ નથી, અમારાથી ઘર બહાર તે પગ પણ મૂકી શકાય તેમ નથી, પરંતુ આ મહામદિરમાં એક ગુપ્ત (બંધ કરેલું) દરવાજ છે. તે દરવાજાની તાળાની કુંચી (ચાવી) અમારી પાસે રહે છે. તે વખતે રાજા સામાન્ય વણિકના વેષમાં એકલા તે માર્ગે આવેતે ઈચ્છેલું કાર્ય સફળ થાય. તે સિવાય સંભવ નથી. હવે પછી તમારે પણ અમારી પાસે આવવું નહીં. કારણ કે અમારા સ્વામી અને તે ડોશી બહુ શક્તિ હદયવાળા છે. આ ઘરના માણસોમાં એક અમારું હૃદય હરણ કરનારી પ્રિયંવદા નામની અમારી પ્રિય સખી છે. તે બહુ નિપુણ છે. તે ગંભીર રીતે ગુહ્ય સાચવી રાખે છે. પ્રાણાતે પણ કોઈની પાસે તે કહે તેવી નથી, તેથી ગ્ય અવસરે તમારી પાસે અમે તેને મોકલીશું. અને બધુ તેની સાથે કહેવરાવશું, તે તમારે રાજાને કહેવું, પછી યોગ્ય નિપુણતાથી રાજાજી એકલા ગુપ્ત દરવાજાથી અહીં આવે તે વખતે રાજાજનો અને અમારે ઈચ્છિત સમાગમ થશે, અને પરસ્પરની ધોરણ સફળ થશે. વળી અમે પણ તેમની યાચિત સેવા કરીશું, પરંતુ આ વાત રાજાજી સિવાય બીજા કેઈની આગળ કહેવાની નથી. તમે તો બધી રીતે કુશળ છે. તેથી વધારે કહેવું અનુચિત છે, પણ અમારૂ પરવશપણું ઘણું: સખત છે, તે ભયથી જ પુનઃ પુનઃ (ફરીફરીને) અમે કહીએ છીએ. વિશેષ શું? અમારી લાજ તમારા હાથમાં છે, જેમ કેઈ ન જાણે તેમ આ કાર્ય સાધ્ય થાય તેવું કરજો.” આ પ્રમાણે કહીને તેને શેઠની અનુજ્ઞાથી વસ્ત્ર, ધનાદિક સારી રીતે આપ્યું. બહાર ઊભા રહેલા રાજાના સેવકો અને દાસીઓને
કે પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org