________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવે
આઠમો
双腔医医欧欧欧欧欧欧欧欧欧欧欧欧
ધન્યકુમાર વગેરે શ્રેષ્ઠીઓ લુંછણું કરીને, ભેટ ધરીને તેમજ પ્રણામ કરીને યથાયોગ્ય સ્થાને બેઠા. તે વખતે પ્રદ્યોતરાજાએ ધન્યકુમારને ઓળખ્યા, એટલે કહ્યું- “ અરે ધન્યકુમાર ! તમે અમારાથી દૂર કેમ રહ્યા કરે છે? અમે કાંઈ તમારે અનાદર કર્યો નથી, તેમ તમારું વચન પણ ઉલયું નથી, કે જેથી સિદ્ધપુરુષની જેમ અલપ-૨પષ્ટ ન દેખાઓ તેવી રીતે તમે રહે છે ! અમે તે તમારા ગયા પછી તમને બહુ પ્રકારે શેધ્યાં, પણ કેઈ સ્થળે તમને દેખ્યા નહિ. તમારા વિરહથી અમને તે મોટુ દુઃખ થયું હતું, તે બધું કેટલું વર્ણવું ? તમે તે ત્યાંથી અહીં આવીને મગધેશ્વરનું નગર શોભાવ્યું જણાય છે. તમે અમારે ત્યાંથી નીકળ્યા પછી કેઈની સાથે એક કાગળ પણ મેક નહિ કે સંદેશ પણ કહેવરા નડિ. આપણા લેકેમાં કહેવાતા સ્વામિસેવક ભાવ માત્ર કથનમાં જ રહ્યો, મારા મનમાં તો તમે આપત્તિના સમયમાં અદ્વિતીય સહાયક થનાર હતા, મારા બંધુતુલ્ય હતા અને પ્રગટ કહેવા યોગ્ય અને નહિ કહેવા ગ્ય વાતે કહેવાનું સ્થળ હતા, અંતરના ભાવ જાણનાર હતા, અને વિશ્વાસનું સ્થાન હતા. આવા સ્નેહસંબંધમાં તમારી આટલી ઉદાસીનતા દોષપાત્ર કેમ ન કહેવાય ? આ ઉત્તમ જનેની રીતિ નથી.” આ પ્રમાણેનાં પ્રદ્યોતરાજાનાં વચને સાંભળીને ધન્યકુમારે ઊભા થઈ તેમને પ્રણામ કર્યા, અને હાથ જોડીને કહ્યું કે“કૃપાનિધિ ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હું આપને અપરાધી છું, દેષને પાત્ર છું તે મારે દેષ સ્વામીએ ખમ એવી મારી વિનંતી છે. આપની કૃપાનું વર્ણન હું મારા એક મુખથી કહેવાને કેવી રીતે સમર્થ થઈ શકું? આ પ્રમાણે સેવકના દોષનું આચ્છાદન ગુણોનું પ્રગટન, અતિશય ઉદાર વૃત્તિથી કઈપણ જાતની ઈચ્છા વગર આજીવિકાનું દાન, સેવકના કહેલા વચનને સત્ય તરીકે સ્વીકાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org