________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
કરી, વળી હમેશા નિઃશલ્યપણે હૃદયમાં રહેલી ગુપ્ત વાર્તાઓ કહીને બંધાયેલી પ્રીતિને વિશેષત કરી. તેઓએ અન્યો અન્ય કઈ જાતને આંતર રહેવા દીધું નહિ. આ પ્રમાણે ઘણા પ્રકારની સેવા કરીને પ્રોતરાજાને પ્રસન્ન કર્યા, જેથી બનેનું એક રાજ્ય હોય તેમ બનેને બહું નેહસંબંધ થયો.
એમ ઘણા દિવસો વ્યતિત થયા ત્યારે પ્રદ્યોતરાજાને પોતાની નગરીએ જવાની ઈચ્છા થઈ. ગુપ્ત રીતે મને અત્રે લાવ્યા છે, તેથી હવે ઘેર જવું તે શ્રેષ્ઠ છે.” તેમ વિચારીને પ્રતરાજાએ શ્રેણિક રાજાને કહ્યું કે- “રાજન ! સજજનની સંગતિમાં જતા કાળની ખબર પડતી નથી. તમારે, ધન્યકુમારને તથા અભયકુમારને વિરહ કોણ છે? પણ શું કરું? ઉજજયિનીનું રાજ્ય સુનું પડયું છે, કેઈને સોંપીને આવ્યો નથી, વળી છળ વડે હું અત્રે લવાયેલ છું, તેથી લકે પણ અનેક પ્રકારની વાત કરતા હશે. તેથી હવે આપ રજા આપે, કે જેથી હું સ્વદેશમાં જાઉં.” આ પ્રમાણે રજા માગ્યા છતાં શ્રેણિક અને અભયકુમારે આગ્રહ કરીને કેટલાક દિવસ સુધી તેમને વધારે રાખ્યા. ફરી વાર પ્રતરાજાએ જવાની રજા માગી, ત્યારે શ્રેણિકે જવાની તૈયારી કરાવી, અનેક હાથી, તુરંગમ, રથ, આ ભૂષણ તથા વસ્ત્રાદિક આપીને તથા વિવિધ પ્રકારના જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા પદાર્થો ભેટ ધરીને તેમને સંતોષી મટા આડંબર પૂર્વક જવાની રજા આપી. ધન્યકુમારે પણ પ્રથમ કઈ વખત નહિ જોયેલા તેવા વસ્ત્ર તથા અભૂષણ ભેટ ધર્યા. ત્યારબાદ પ્રદ્યોતરાજા ધન્યકુમાર તથા અભયકુમારનાં ગુણોનું વર્ણન કરતા રાજગૃહીથી નીકળ્યા શ્રેણિક, ધન્ય, અભય વગેરે ઘણા રાજસેવકો તથા નગરજને વળાવવા માટે કેટલીક ભૂમિ સુધી સાથે ગયા. તે સ્થળે અભયકુમારે પોતે કરેલ દંભરચનાના અપરાધની ફરીથી ક્ષમા માગી. આંખમાં આંસુ
ક
૦
Jan Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org