________________
શ્રી કન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ ૫ લવ
&&&&&欧欧欧欧欧欧&&&&&
પણ તેઓના ધાર્યા કરતાં વધારે આપને વિસર્જન કર્યા. તે બધાં પ્રસન્ન થઈને ગયા. દૂતી પણ હર્ષ પૂર્વક જતી રતામાં વિચાર કરવા લાગી કે- “મારા ભાગ્યોદયથી જ આવું કાર્ય હાથમાં આવ્યું. આ કાર્ય સિદ્ધ થશે એટલે રાજા પણ મટી મહેરબાની દેખાશે. આ પણ મટી શેઠાણીઓ જ છે. તેથી તેઓ ોિ પણ હર્ષપૂર્વક મને ઘણું ધન આપશે.” આ પ્રમાણે વિચાર કરતી તે રાજા પાસે ગઈ અને રાજાને કહ્યું કે “ સ્વામિન ! મેં તમારા હુકમની સિદ્ધિ માટે મોટા પ્રયત્ન વડે કાર્યને લગભગ સિદ્ધ કર્યું છે, પણ તેઓ અત્રે આવી શકે તેમ નથી. હું પણ ઘણા પ્રયત્ન વડે જ તેના ઘરમાં જઈ શકી હતી. રાજાના અંતઃપુર કરતાં પણ તેઓના ઘરમાંથી નીકળવું વિષમ છે, પણ તમારી સેવામાં સદા તત્પર એવી મેં તમારા પુણ્યબળથી વચનચાતુય વડે તમારા સંબંધમાં તેઓને ગાઢ અનુરાગિણી કરી છે, પરંતુ અમુક દિવસે વણિકના વેષમાં એકલા જ તમે જશે તે કાર્યસિદ્ધિ થશે. યોગ્ય સમયે હું આપને ત્યાં જવા માટે જણાવીશ. તેઓનું રૂપ, લાવણ્ય, ચતુરાઈ, સૌભાગ્ય વિગેરે જેવું તમે વર્ણવ્યું તે કરતાં પણ મેં અધિક દીઠું છે. તેઓના દર્શનથી કેણુ મેહ ન પામે ? તમારા પુણ્યબળથી જ આ કાર્ય થયું છે. આ પ્રમાણે દ્વતીના વચન સાંભળીને રાજાએ તેને ઉત્તર આપ્યું કે-“અરે ડાહી ! અરે વિદુષી દૂતી ! હું તારી વાણીની ચતુરાઈ જાણું છું. તેમ જાણીને જ મેં તને ત્યાં મેલી હતી.” આ પ્રમાણે કહીને ઘણું ધન, વસ્ત્રાદિક આપી તેને જવાની રજા આપી. રાજા પણ તે દિવસથી આશા રૂપ ગભીના પાશમાં પશે SA અને મહાઅનર્થકારી મનેરને કરતે અને ક૯પનાની જાળ ફેલાવતે મન દ્વારા અતિશય ઉગ્ર કર્મબંધન કરવા લાગે.
કે ૫૪
&
Jain Education Intel
For Personal & Private Use Only
IX
www.jainelibrary.org