________________
ધન્યકુમાર થરત્ર ભાગ ૨
આઠમ પલવ
રાજાજી સામાન્ય વણિકના વેષ વડે એકલા જ આવે. તે વખતે હું તેડવા માટે આવીશ, આગળ આગળ દૂર દૂર ચાલીશ, તે વખતે મારી પછવાડે મહારાજા બીજા કેઈ ન જાણે તેવી રીતે વસ્ત્રાદિકથી માથું વગેરે ઢાંકીને ગુપ્ત દરવાજા પાસે આવે. હું તેની આગળ જઈને દરવાજો ઉઘાડીશ. કાલે બે પહોર સુધી ઘર આ માણસ વગરનું રહેશે. તેથી મનના ધારેલ સર્વે મનોરથ સફળ થશે, તમે મને રાજાની પાસે લઈ જાઓ, કે જેથી આ સર્વ હકીકત હું તેમને નિવેદન કરું” આ પ્રમાણે તેનું કથન સાંભળીને હર્ષપૂર્વક રાજાની સમક્ષ તે દૂતી તેને લઈ ગઈ. તેણે રાજા પાસે બધી હકીકત નિવેદન કરી. તે સાંભળીને રાજાએ ખુશીથી તેને છાની રીતે વસ્ત્રાભૂષણાદિક આપી વિસર્જન (રજા) કરી. જતી વખતે તેણે ફરીથી કહ્યું કે-“તમારે જે મેળાપ કરે હોય તથા બધું ગુપ્ત રાખવું હોય તે કેઈની પાસે આ વાત કહેશે નહિ. તે બે સ્ત્રીઓ, આ દૂતી, હું અને તમે પાંચ જ મનુ આ વાત જાણીએ, છઠ્ઠો કઈ જાણે નહિ તેમ કરજે.” રાજાએ કહ્યું કે “તેની તારે જરા પણ ચિંતા કરવી નહિ, તે પ્રમાણે જ હું કરીશ.” હવે બીજે દિવસે શેઠે ઘરની અંદર છાની રીતે સેવકોને ગોઠવ્યા. પછી પિતે નગરમાં ચતુષ્પથમાં જવા માટે ચાલ્યા. બારણુ પાસે આવીને વિસર્જન સમયે અપાતા વ્યાપારીઓના શ્રીફળ અને રૂપિયા વગેરે તે શેઠ લેવા લાગ્યા. અને યાચકાદિકને યથાયોગ્ય દાન આપી વિસર્જન કર્યા. હવે જ્યારે એક પહેર દિવસ ચઢયો ત્યારે તે બન્ને વેશ્યાઓએ પિતાની પ્રિય સખીને સંકેત કરેલ સ્થળે રાજાને તેડી લાવવા મેકલી. રાજા અગાઉથી જ દૂતીના કહ્યા પ્રમાણે સામાન્ય વ્યાપારીને વેશ ધારણ કરીને તેઓના મેળાપને મને રથ કરતો એકલે જ સંકેતિત સ્થળે બેઠો હતો. તે સખીએ ત્યાં જઈને દૂરથી જ ચક્ષુની
BSPARAGSSSB9%888888888888888888
ક ૧૮
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org