________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
SA
પલ્લવ આઠમ
હકીક્ત સાંભળીને મારું હૃદય તે વિસ્મય, આનંદ, પ્રમાદ, માંચ, હર્ષ તથા સ્નેહ વડે ઉભરાઈ ગયું છે. તે વખતે થયેલ ઉલાસ હજી સુધી પણ હૃદયમાં સમાતો નથી. અમે તે તમારી સંગમને--સંબંધને કલ્પવૃક્ષ, કામધેનુ ચિંતામણિ, ચિત્રવલ્લી વિગેરે ઇસિતદાયી વસ્તુઓ કરતાં પણ અધિક માનીએ છીએ તેથી આ રાજ્યવૃદ્ધિ, આ સમૃદ્ધિ, અને હું તે સર્વને તમારે પિતાના જ ગણવા, જરા પણ સંદેહ કરવો નહિ, ” આ પ્રમાણેની અભયકુમારની વાણી સાંભળીને ધન્યકુમાર બે કે-“મંત્રીરાજ ! આપની જેવા સજજને તે ગુણોથી ભરેલા હોય છે, કૃપાળુ હૃદયવાળા, કૃતજ્ઞ અને પારકાના પરમાણુ જેવા નાના ગુણને પણ પર્વત જેવા મેટા કરીને બતાવનારા હોય છે. અ૯૫ગુણવાનમાં સજજન પુરૂષે મોટાઈને આરોપ કરે છે. હું તે કેણુ માત્ર છું ? તે એક વ્યાપારી વાણિયે માત્ર છું ! મારાથી શું થઈ શકે તેમ છે? અપાર પુણ્યની અદ્ધિથી ભરપૂર એવા આપના પુણ્યથી જ સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે છે. સેવક પુરૂષ જે જય મેળવે છે, તે સ્વામિનું જ પુણ્ય છે. તેમ જાણવું.”
%E0%B820932388888888888É
આ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરવા વડે પરસ્પરના હૃદયનું આવર્જન કરવાથી અતિશય ગાઢતર રાગ અને પ્રેમસંબંધ બંને વચ્ચે થઈ ગયો. તે દિવસથી હંમેશા મળવું, જિનયાત્રાદિ સાથે કરવા જવી, રાજસભામાં સાથે બેસવુ,વન-ઉપવનાદિ સાથે જોવા જવુ- આ પ્રમાણે બધા કૃત્યે તેઓ સાથે જ રહીને જ કરતા હતા. કેઈપણ કાર્યની વ્યગ્રતાથી કોઈ દિવસ બન્નેને મેળાપ ન થાય તે તે દિવસ બન્નેને મહા દુઃખ ઉપજાવતાર થતું હતું. આ પ્રમાણે મહામાત્ય અભયકુમાર ઈશ્વરને કુબેરની સાથે જેમ પ્રીતિ સંબંધ હતું, તેમ ધન્યકુમાર સાથે પ્રીતિ તથા મિત્રતા
Jain Education Intema
For Personal & Private Use Only
Www.jainelibrary.org