________________
મી.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
રીતે હૈરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે વિચાર કર્યા વગર લુંટાવે છે તેમ આ બધુ દ્રવ્ય લુંટાવે છે. તેથી મારા અંતઃકરણમાં તો આ બહાર ઉભેલે જ ધનકર્મા સાચે જણાય છે.” આ પ્રમાણે બહાર થત કેળહળ (અવાજ) સાંભળીને ધનકર્મી શેઠને મોટો પુત્ર બહાર આવ્યું, તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું કે-“અરે પુત્ર ! ઘરમાં તે કોને સંગ્રહી રાખેલ છે ?” આ પ્રમાણે તેને બેલતે સાંભળીને તે પુત્ર પણ વિશ્વમ (સંકા)માં પડયો અને વિચારવા લાગ્યું કે-“આ શું ઉપાધિ ઉભી થઈ? ” આ પ્રમાણે વિચારતે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયે; ને કુટ ધનકર્માને બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે પણ તરતજ ઉઠવ્યો અને કહેવા લાગે કે-“મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે ! તેમાંથી આ કેઈ ધૂતારે અહીં આવ્યો હશે, પણ અસત્ય કયાં સુધી ટકશે–તેને નિર્વાહ ક્યાં સુધી થશે ? ” આ પ્રમાણે બોલતે તે બહાર આવ્યો. સેવકે બધા તેને જોઈને ઉભા થયા. કુટ ધનકર્માએ મુળ ધનકર્માને કહ્યું કે “અરે ! તું કયાંથી આવ્યું છે? અરે ધૂર્ત ! તું જેના ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે ? ” તે સાંભળી મુળ ધનકર્મા બોલ્યો-“હું જ આ ઘરને સ્વામી છું, મેં આ સંપત્તિ બહુ કટવડે મેળવેલી છે. પણ તું કેણ છે? ધૂર્તકળાથી મારા ઘરમાં પેસીને મારું ધન આ પ્રમાણે તું કેમ લુંટાવે છે? હવે તું આમ બહાર નીકળી બજારમાં સાચે ન્યાય કરનાર વ્યાપારીઓને પંચ પાસે ચાલ, જેથી આપણું સાચા ખોટાની પરીક્ષા થઈ જશે. ચેરની ગતિ મેર જેવીજ થાય છે.” તે સાંભળી કુટ ધનકર્માએ કહ્યું કે-“ઘરમાં હોય તે સાચે, બખ્તાર રખડતે હોય તે ખેટ, તે વાત સર્વે જાણે છે. તે હકીકત સ્પષ્ટ છે, તેથી હું તે રાજાજી પાસે જઈને તાર ધુતારાનું મોટું ભાંગી નાખી, સવ સભા સમક્ષતને ખોટો ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org