________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૧
પલવ સાતમે
સભ્યએ કહ્યું કે-“ સ્વામિ? તમારી જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું કેણુ તે કરી શકે ?' આ પ્રમાણે સાંભળીને ધન્યકુમારે તે પડહ છબે (અજા) અને તેને આગળ જતા અટકાવીને તેઓ તરતજ રાજા પાસે ગયા. રાજા તે તે ખબર સાંભળીને જ બહ હર્ષ પામ્યું અને તેણે મનમાં તરતજ નિર્ણય કર્યો કે- “ ખરેખર આ પુણ્યશાળી ધન્યકુમાર આ બંનેને ફેટ (પ્રગટ) જરૂર કરશે.” ધન્યકુમારને રાજાએ સભામાં આવતા જોયા, એટલે તેને બહુમાન આપીને પિતાની પાસે બેસાડયા અને બધી હકીક્ત નિવેદન કરી ધન્યકુમારે સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું કે “સ્વામિન! આ જગમાં સત્ય ધર્મ જેવો બીજે કઈ પણ ધર્મ નથી, તેજ ખરેખર વિશ્વાસ કરવા લાયક છે. અહીં આ બંનેને વિભાગ કોઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મજ સત્ય અસત્યનો વિભાગ (ભેદપ્રગટ) કરશે. પ્રથમ આ બંનેને સ્નાન કરાવીને 8િ, તેની પાસે દિવ્ય કરાવવું પડશે તેથી જે સાચો હશે તે તરત જ દિવ્ય કરી શકશે, બીજો કરી શકશે નહિ.” આ પ્રમાણેની ધન્યકુમારની વાણીને રાજાએ પણ અનુમોદન આપ્યું. પછી ધન્યકુમારે એક ઝીણા નાળવા (નાળચા) વાળી ઝારી મંગાવી; અને સભાનાં મધ્યમાં તેનું સ્થાપન કર્યું. લાખો લેકે આને ન્યાય જેવા ત્યાં એકઠા થયાં બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઉભા રાખવામાં આવ્યા. તે વખતે ધન્યકુમારે ઉભા થઈને તે બંનેને કહ્યું કે-“તમે બંને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભામાં તાકીદે આવો.” તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજ્યસભામાં આવ્ય; એટલે ફરીથી ધન્યકુમારે તેને કહ્યું કે જે તમારા બેમાંથી જે કઈ ધર્મના પ્રભાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશીને બીજે મુખેથી બહાર નીકળશે તે સાચે ધનકર્તા ગણાશે.” આ પ્રમાણે સાંભળીને પેટે ધનકર્મા
四四四四四四四四四四邓邓88
૩૩૮
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org