________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ સાતમો
妇 88888B&BBQ邓邓邓邓邓邓邓邓邓客
શ્રીરાગની જેમ જ પ્રિયાએ (સૌભાગ્યમંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લદ્દમાવતી, ગુણમાલિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્તે જતા ઘણા રાજાઓનાં ભેટણાં સ્વીકારતા અને કૃપા મેળવતા) આપતા અનુક્રમે રાજગૃહીના ઉપવન (ઉદ્યાન) માં આવ્યા. શ્રેણિક મહારાજા ચર (જાસુસ) ના મુખથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા. જમાઈને હર્ષપૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મોટા મહોત્સવપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યા. નગરજનેએ અતિ અદ્ભુત પુણ્યના સમૂહુરૂપ તેને આવતાં દેખીને ગૌરવપૂર્વક તેના વખાણ કર્યા. પતિનું આગમન સાંભળીને પિતાને ઘેર રહેલી સમશ્રી અને કુસુમશ્રી બંને આવીને પતિના ચરણ (પગ) ને નમસ્કાર કરી અંતઃપુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છે સપત્નીઓને મળી. પરસ્પર કુશળ વાર્તા પૂછ્યા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું આખું ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છ મળી આઠ એ એકઠી થઈ અને આઠ ઋદ્ધિઓ સાથે યેગી વિલાસ કરે તેમ તે આઠ પત્નીઓ સાથે દગંદુક દેવની જેમ ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહા ભાગ્યશાળીને વિદેશમાં જ્યાં સુખ ન મળે ત્યાં પણ કીતિ, લક્ષમી અને ભેગપભેગ મળ્યા. પુણ્યવંત ભાગ્યશાળી જીવને શું નથી મળતું? સર્વ મળે છે. તે આઠે સ્ત્રીઓ સાથે રાજાના મહેલની પાસે આવેલા ઉત્તમ આવાસમાં (ઘર) વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેંદ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગે. આ બધે દાનધર્મને જ ખરે પ્રભાવ છે, તેથી હે ભવ્ય ! તમે સાચું કરીને જાણજો. માનજે, અનુભવ, અને આચારમાં મુકજો.
383%888888888888888888888888888 8%8AE
૩૪૩
Jan Education Interat
For Personal & Private Use Only
Twainelibrary.org