________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલવ
જોતાં જ ઓળખ્યા, એટલે “ આ કેણે આપ્યાં? એમ તેને પૂછ્યું, ત્યારે તે બેલ્યો કે- આ લાવનાર એક બ્રાહ્મણ છે, અને તે મારે ઘેર બેઠા છે. તેણે મને આ વેચવા આપ્યાં છે, તેથી હું આપને દેખાડવા લાવ્યો છું.” રાજાએ કહ્યું કે-તે ઠીક કર્યું, તું તે આપણેજ છે, એમ કહીને રાજાએ સેવકને બોલાવી આજ્ઞા કરી કે-“હે સેવકે ! દેડે, દોડો આ સેનીને ઘેર જે બ્રાહ્મણ છે, તેને બાંધીને વિડંબનાપૂર્વક અહીં લઈ આવે.” તે સાંભળીને રાજપુરુષે એકદમ દેડયા અને સનીને ઘેર રહેલા તે બ્રાહ્મણને ચોરની જેમ બાંધી લઈને વિડંબનાપૂર્વક રાજા પાસે લઈ આવ્યા રાજાએ માત્ર નજરે જોઈને જ તેને વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે રાજસેવકે તે બ્રાહ્મણનું અધું મસ્તક મુંડાવી, ગધેડા પર બેસાડી, મારતા મારતા નગરમાં ફેરવવા લાગ્યા. તે વખતે બ્રાહ્મણ મનમાં વિચાર કરવા લાગ્યું કે મેં વાઘ વિગેરે ત્રણેનું વચન માન્યું નહીં, તેનું ફળ મને આ મળ્યું. આ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેવામાં તેને વૃક્ષ પર બેઠેલા પિલા વાંદરાએ જોયો અને ઓળખે, તેથી તે વિચારવા લાગે કે- “અહો ! આતે અમારા ત્રણેને ઉપકારી છે, તેની આવી અવસ્થા કેમ થઈ?” પછી તે વાંદરે લોકોના કહેવા પરથી બધી વાત જાણીને વિચાર્યું કે-“ખરેખર આ બ્રાહ્મણને પેલા સોનીએજ દુઃખમાં નાખે જણાય છે, અને તે જ આને મરાવી નાંખશે. માટે આ બ્રાહ્મણ કેઈ ઉપાયથી જીવે એમ કરું.’ એમ વિચારતો તે વાંદર સર્ષ પાસે ગયા અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સર્પ બે કે-ચિંતા ન કર, સર્વ સારૂ થશે.” એમ કહીને તે સર્ષ રાજાના ઉદ્યાનમાં જઈને રાજાના કુળના બીજરૂપ કુમારને ડો. તરત જ તે કુમાર શબની જેમ ચેતના રહિત થઈને પૃથ્વી પર પડશે. રાજપુરુષે બૂમો પાડતાં પાડતાં રાજા પાસે જઈને બધું કહ્યું. રાજા પણ હવે શું કરવું ? ” એ વિચારમાં મૂઢ બની
૩૧૬
Jain Education Internanna
For Personal & Private Use Only
w.ainelibrary.org