________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમે ૫૯લવ
ઉપર દેખાતું સુવર્ણ કાપીને લઈ જઈએ, બાકીનું ધુળથી ઢાંકી લઈને જઈએ. પછી દરજ રાતે આવીને ઇચ્છિત કાર્ય કરશું; માટે જયારે આ સોની આવે ત્યારે એને આપણે કહીએ કે- જલદી પાણી કાઢ, અમને તરસ લાગી છે.” તે સાંભળીને જ્યારે તે પાણી ખેંચવા કૂવા ઉપર જાય, ત્યારે પાછળથી આપણે બધાએ એકત્ર થઈને હાથવડે ધક્કો મારી તેને કૂવામાં નાંખી દે. તેમ કરવાથી “ ટાઢા પાણીએ ખસ જશે.” તે સાંભળીને સર્વે તેમ કરવાને સંમત થયા. તેટલામાં તે સોની પણ દેડચિતા (કળશ) કરીને આવ્યો, ત્યારે ચોરોએ કહ્યું કે-“હે ભાઈ ! પાછું પાણી ખેંચ, સરસ ભજન કરવાથી ફરી તરસ લાગી છે. તે સાંથળીને સનીએ વિચાર કર્યો કે “હવે મોદકનું વિષ ચઢવા લાગ્યું જણાય છે, તેથી પાણી પીને સર્વે ભૂમિપર પડશે, અને દીઘનિદ્રા (મરણુ) પામશે. ત્યાર પછી સર્વ ધન હું જ એકલે ગ્રહણ કરીશ.” એ પ્રમાણે આત તથા રોદ્ર ધ્યાન કરતે તે સોની પાણી ખેંચવા લાગ્યો, તેટલામાં પ્રથમથી સંકેત કરેલા તેઓએ તેને કૂવામાં નાખી દીધો, ત્યાર પછી ચેરે પણ એક ઘડી થઈએટલે વિષના પ્રભાવથી મરણ પામ્યા.
આ સર્વ બીન સરસ્વતીને બતાવીને લક્ષમી બેલી કે-“હે સરસ્વતી ! જગતનું આશ્ચર્ય જોયું ? આ દશે મનુએ ધનરૂપી અગીઆરમાં પ્રાણુની પ્રાપ્તિ માટે પિતાના દશે પ્રાણે આપ્યા, પરંતુ કોઈએ અગી ગારમે પ્રાણ પ્રાપ્ત કર્યો નહીં હું મનુષ્યને સેંકડે અને હજારો સંકટોમાં નાખું છું, રેવડે પીડું છું, ચાબકાના ઘાથી મારૂં છું, ભિક્ષા મંગાવું છું, અને કારાગૃહ (જેલમાં) નંખાવું છું. ઘણું શું કહું ? ક્રોધ પામેલે શત્રુ પણ જેવું ન કરે તેવું હું દુઃખ દઉં છું, તે પણ સંસારી જીવે મારી પુઠ મૂકતા નથી. મારે માટેજ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, ચાકર અને ગુરૂ વિગેરેને છેતરે છે, તેમને તિરસ્કાર કરે છે
૩૨૦
Jan Education Inter
For Personal & Private Use Only
ainebrary.org