________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલ્લવ
જુએ છે, તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યા કે, હે બ્રાહ્મણ ! આ દુષ્ટ રાજાના પુત્ર ઉપર કેમ ઉપકાર કરવા પ્રવૃત્ત (તૈયાર) થયા છો? શું ગધેડા ઉપર બેસાડીને તમારી આટલી વિડંબના કરી, તે ભૂલી ગયા છો?” રાજાએ પૂછયું કે મારી દુષ્ટતા શી રીતે ?’ નાગે જવાબ દીધે કે-“હે રાજન ! તારા પુત્રને વાઘે માર્યો છે. ત્યાર પછી કેટલેક દિવસે દેવયોગે (કર્મવશાત) અમે ત્રણ મિત્રો કૂવામાં પડયા હતા અને ચા ની પણ કુવામાં પડે હતે. તે અવસરે નિષ્કારણ ઉપકારી એવા આ બ્રાહ્મણ ત્યાં આવી ચઢયો. અમે ત્રણેએ વિનંતિ કરી. તે વખતે આ બ્રાહ્મણે તરતજ હતા ને વેલડીએ) એકઠી કરી તેને ગુંથીને અનેક પ્રયત્ન કરી અમને ત્રણેને બહાર કાઢવા. ત્યારે અમે ત્રણેએ તેને પ્રમાણુ કરીને શિખામણ આપી હતી કે આ સેની અગ્ય છે, તેથી તે ઉપકાર કરવા લાયક નથી.' એમ કહીને અમે પિતપતાને સ્થાને ગયા હતા. પછી તે દુષ્ટ સનીએ ચાટુ (ખુશામત) વચને વડે બ્રાહ્મણને વિનંતિ કરી, ત્યારે ઉપકારના સ્વભાવવાળા તે બ્રાહ્મણે અમારૂં વચન વિસરીને તેને પણ કાઢશે, એટલે તે પણ પિતાને ઘેર ગયે. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરીને પાછો વળ્યો, ત્યારે વનમાં વાઘે તેને જોયે. તેણે બ્રાહાણને ઉપકાર સંભારીને આ આભૂષણે તેને આપ્યાં. તે લઈને તે બ્રાહ્મણ આ નગરમાં આવ્યું. તેને પલે સની ધનવાળે જાણીને કપટવૃત્તિથી પિતાને ઘેર લઈ ગયો અને તેની પાસેથી ઘરેણું લઈને તમારી પાસે આવી તેણે તમને વાત કરી, તમે પણ કાંઈ વિચાર કર્યા વિના જ તેની વિડંબના કરીને મારી નાખવાને હુકમ કર્યો. તેવી અવસ્થાએ બ્રાહ્મણને જોઈને વાંદરે તરત આવીને મને કહ્યું. તેથી આ અમારા ઉપકારીને દુઃખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે, એ નીતિનું રમણ કરીને હું તમારા કુમારને ડો.”
૩૧૮
Jain Education in
For Personal & Private Use Only
www.jainelibrary.org