________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલવ
આ રાત્રિમાંજ જેટલું લેવાય તેટલું આપણું છે, કેમકે દિવસ ઉગે કે પછી અનેક વિને આવશે ત્યારે એક જણ બે કે-“ઘણુ અને છીણીઓ વિના આપણું ઈ છત કાર્યો થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં અમુક સોની છે, તે આપણો પરિચિત અને વિશ્વાસના સ્થાન જેવો છે. તેથી તેની પાસે જઈને આ ગુપ્ત વાત કરીએ, અને ઘણુ છીણીઓ વિગેરે સહિત તેનેજ અહીં લાવીને આના કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કાર્ય પાર પડે. તે સનીને પણ તેની ઈચ્છાથી અધિક ધન આપીને આપણે પ્રસન્ન કરશું.” આ પ્રમાણે સાધનને અનુકૂળ વાત સાંભળીને સર્વે એકમત થયા, ત્યારે એક બોલ્યો કે “આ ત્રણ મડદાને દૂર નાંખીને જઈ એ તે સારું કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કેઈને ન પડે.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણે મડદાંને અતિ દૂર પ્રદેશમાં દાટીને નગરમાં તે બધા સેનીને ઘેર ગયા સેનીને બેલા, તે પણ તેમને શબ્દ સાંભળીને તરતજ બહાર આવી બે “ આવે, આવે, ઘરમાં આવી શું IS લાવ્યા છે તે બતાવે.” તે સાંભળીને ચારે બોલ્યા કે “ અરે લાવ્યા, લાવ્યા, શું કહે છે? તમારું અને અમારૂં દારિદ્રય જાય એવો એક નિધિ હાથ કરીને તમને બતાવવા આવ્યા છીએ, તેથી ઘણુ અને છીણીને લઈને જલદી ચાલે, વિલંબ કરે નહીં; એક ઘડી જાય છે તે લાખની જાય છે, ફરી આવશે નહીં, માટે ઉતાવળ કરે.” તે સાંભળીને સોની બે -“બહુ સારૂં હું તે તમારા હુકમને આધિનજ છું; પરંતુ તમે મને કહે કે કયે સ્થાને કેવી રીતને નિધિ તમે જોયો છે ? અને તેમાં શું છે ? તમે હાથ કર્યાનું કહે છે, તે તમે તે અહીં લઈ આવ્યા નહિ? કેટલું ધન છે? એ સર્વ વાત કહો કે જેથી હું પણ તેને ગ્ય સામગ્રી તયાર કરીને પછી આવું.” ત્યારે તે ચરેએ તેની પાસે સર્વ હકીક્ત સ્પષ્ટ
Jan Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org