________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
Jain Education Intem
શિલા બનાવીને પૃથ્વીમાં નિધિ (ભંડાર) પણે સ્થાપન કરી હશે, પછી ઘણા કાળ જવાથી મેઘવૃષ્ટિ (વરસા) વિગેરે થવાથી ઉપરની માટી ધોવાઈ ગઈ હશે અને પત્રનથી તેના એક ખુણા ઉઘાડો થયા હશે, એવામાં આ જિટલ ભમતે ભમતા અહી આવી ચડયા, અને આ શિલાનેા ખુણેા જોઈને લાભથી તેને પોતાની માનીને રહ્યો છે. આ આખી શિલાને તેા તે લઇ શકેતેમ નથી, તેથી તેના કકડા કરાવવા માટે આપણી પાસે દંભરચના કરીને આપણને ઠગવા માટે કહે છે કે તમને દરેકને હજાર હજાર સેનામહાર આપીશ. પણ અધૂં, ત્રીજો, ચેાથે, પાંચમા કે સાતમા ભાગ આપીશ એમ તો કાંઈ કહેતા જ નથી; સ હુ એકલેજ લઈ જઈશ એમ કહે છે. શુ આ એના આપનુ ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે? માટે આને હણીને આપણે જ બધુ લઈ લઈએ.'' તે સાંભળી તેમાંના એક જણે કહ્યુ કે આ તપસ્વી છે, એને કેમ મરાય? ત્યારે બીજો એક્લ્યા-“ આનુ તપસ્વીપણું તે ગયું, આ તેા વહેંચક અને ધૂત આપણી જેવેાજ છે. આપણે ચાર છીએ ને આ ધૃત છે માટે તે અને આપણે બન્ને પરધનને હરણ કરનારા છીએ. તેથી આને મારવામાં શે। દોષ છે? આ સ ધન જો આપણા હાથમાં આવે તે આપણે સર્વે ઠાકાર (રાજા) થઇએ, અને ચારીનુ' કામ છુટી જાય. માટે હવે વધારે વિચાર ન કરતાં આને હણીને સ ધન લઈ લઈએ.”. આ પ્રમાણે નિશ્ચય કરી બે જણાએ તે ટિલને વાતેમાં પ્રવર્તાવ્યા, અને એક જણાએ પાછળથી ખડગવડે તેનું મસ્તક કાપી નાખ્યુ. પછી તે સવે ચેારા શિલા પાસે ગયા. તેને હાથવડે સ્પ કર્યાં તે સુત્રની રસમય તે શિલા ઘણી મેાટી જણાઇ, ત્યારે તેઓએ વિચાર કર્યાં-કે“ આ શિલા આપણી પાસેના ખડગાદિક શસ્ત્રોવડે કાપી શકાય તેવી નથી, અને આખી તે કોઈ લઇ શકે તેમ નથી. પરંતુ
For Personal & Private Use Only
9408338
३०८
www.jainelibrary.org