________________
શ્રી ધન્યકુમારે
ચરિત્ર
ભાગ ૧
સાતમે પલ્લવ
વાણીની પ્રશંસા કરવા લાગ્યા–“અહો ! શું આ તે બ્રાહ્મણ છે ? કે રૂપાંતરે આવેલી બ્રહ્માની મૂર્તિ છે? આ તે સાક્ષાત્ કામદેવની મૂર્તિ છે કે દાઢી મૂછવાળી સાક્ષાત્ સરસ્વતી દેવી છે? અથવા શું આ સર્વ રસેની પ્રત્યક્ષ મૂત્તિ છે ? આની વાણી શું આદિબ્રાની વનિ છે? કે શૃંગારાદિક અમૃત રસની નદી છે ! અહો ! આનું ચમત્કાર ઉપજાવવામાં કુશળપણું અને બુદ્ધિનું પટુપણું ! અહો ! આની સાર્થક અને વિવિધ પ્રકારના અર્થની ચેજના કરવાની શક્તિ ! અહો ! આની શબ્દના અનુપ્રાસની ચતુરાઈ! અહો ! આની એકજ પદ્ય (કવિતા) માં દરેકે પાદે નવનવા રાગ ઉતારવાની શક્તિ ! અહો! આની અત્યંત કઠણ અને ગંભીર અર્થને શ્રોતાના હૃદયમાં સહેલાઈએ ઉતારવાની- (સમજાવવાની) અપ્રતિમ શક્તિ ! અહો ! આનું ઉપમા રહિત અને જગતના ચિત્તને રંજન કરનારૂ શરીર સૌન્દર્ય ! કઈ પણ અનિવાઓ શક્તિએ રચેલી લીલાનો આ વિલાસ જણાય છે! મનુષ્યમાં તો આવી સર્વ ગુણની એકત્ર સ્થિતિ દુર્લભ છે ; આવું સ્વરૂપ તે કઈ પણ સ્થાને જોયું કે સાંભળ્યું નથી ! આ તો મહા આકારક છે!” જેઓ નૃત્યકળામાં કુશળ અને સંગીતાદિકના જ્ઞાનથી ગર્વિષ્ઠ હતા, તેઓ પણ આની વાણી સાંભળીને પિતપોતાના અભિમાનને ત્યાગ કરી તેની જ સ્તુતિ કરવા લાગ્યા કે “અહો ! આની રાગાદિકને ઉલટપલટ કરવાની શક્તિ કેવી છે? અહો ! આની એક રાગને બીજા રાગમાં મેળવવાની શક્તિ કેવી છે ?” ઈત્યાદિ અનેક પ્રકારે પ્રશંસા કરતા સેંકડો અને હજારો લેકે પિતાપિતાનાં ગૃહકાર્યો તથા ખાનપાનની ઈચ્છાને પણ વિસરીને ઉંચા કણું રાખી તેની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. કોઈ પણ માણસ એક અક્ષર પણ બોલતું નહિ. ક્ષણે ક્ષણે ગમન કરવાના સ્વભાવવાળ કાળ કેટલે ગયો તેની શુદ્ધિ પણ કેઈને રહી નહિ. એ રીતે લગભગ સવા પ્રહર પસાર થઈ
૨૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org