________________
' શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
| હતા, તેમની પાસે કેટલાએક દલાલે આવ્યા અને તે શાહકારને કહેવા લાગ્યા કે આજે અમુક પરદેશી
સાર્થવાહ કે જે આ ગામમાં લાંબા વખતથી રહ્યો છે, તે પિતાના દેશ તરફ જાય છે, તેથી તે પુષ્કળ કાપડ વિવિધ કરિયાણા, અનેક રત્ન વગેરે મોઢે માગ્યા પૈસા આપીને ખરીદ કરે છે, તથા પિતાની વસ્તુઓ વેચે છે, ઘણા વેપારીઓ ત્યાં જાય છે, અને ઇચ્છિત મૂલ્ય લઈને આવે છે; તમે કેમ ત્યાં જતા નથી ? વ્યાપાર કેમ કરતા નથી ? આ અવસર ફરી ફરીને કયાંથી મળશે ? ” આ પ્રમાણે સાંભળીને સર્વ શાહુકારે પણ ઉઠયા. એટલે માત્ર કેટલાએક નિર્ધાન વાણિયાઓ કે જેઓ સામાન્ય સ્થિતિના હતા, તેઓ ત્યાં બેઠા બેઠા કથા શ્રવણ કરવા લાગ્યા. એવામાં તે ગૃહના સ્વામીએ પેલી વૃદ્ધાને કહ્યું કે હે માજી! આ ઉનાળાને સમય છે, તેથી તમને ગરમી લાગતી હશે, માટે સુંદર જળથી સ્નાન કરે.” ત્યારે તે વૃદ્ધા બોલી કે- બહુ સારૂં” ગૃહસ્વામીએ પિતાની પત્નીને કહ્યું કે-“અમુક પેટીમાં સુંદર સુગંધી તેલ છે, તે લઈ ને અત્યંગપૂર્વક (માલીસ) સ્નાન કરાવો. હું ઉપર જઈને પહેરવા યંગ્ય વસ્ત્રો લાવું છું, તેટલામાં તેમને સ્નાન કરાવી લો.” પછી શેઠાણીએ તેમના કહ્યા પ્રમાણે મર્દન કરીને તે ડોશીને સ્નાન કરાવી સુંદર વસ્ત્રવડે શરીર લુછયું. શેઠે પણ સુંદર વસ્ત્રો લાવીને પહેરાવ્યાં, અને તેણીને સુખાસન પર બેસાડી. પછી ડોશીએ કહ્યું કે- તમારા ઘરના આંગણામાં કેણુ મેટા શબ્દથી લે છે’ શેઠે જવાબ આપ્યો કે-“માજી! કોઈક પરદેશી બ્રાહ્મણ આવ્યું છે, તે માટે સ્વરે અનેક સુંદર સુક્તો બોલે છે. તેની પાસે ઘણા લોકે શ્રવણ કરે છે.” ત્યારે વૃદ્ધા બેલી કે-“અહો ! મારાજ કર્મને દેષ છે. તે લોકોને ધન્ય છે કે જે ઓ રસિક થઈને હર્ષપૂર્વક તેનું શ્રવણ કરી આનંદ પામે છે. બાકી મારા કાનમાં તો તે તપાવેલા સીસાને રસ નાખવા
૨૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org