________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર -ભાગ ૧
સાતમો ૫૯લવ
સવે લોકો મારી પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉપાયવડે ઉદ્યમ કરે છે, અત્યંત દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવાં કાર્યો પણ ઉત્સાહથી કરે છે, તેમાં જે કદાચ પાપના ઉદયને લીધે તે સિદ્ધ ન થાય, તે પણ તેને મૂકતા નથી. સેંકડો અને હજારો વાર નિષ્ફળ થાય, મહા કષ્ટને પામે અને પ્રાણુના સંકટમાં આવી પડે, તે પણ મારી ઈચ્છા મૂકતા નથી. જો કે હું નિરંતર અનેક અવાચ્ય, અસહ્ય અને નિંઘ કષ્ટ આપું છું, તે પણ તેઓ મારાથી પરમુખ થતા નથી, અને મને અનુકૂળ જ દેખાય છે. માત્ર એક દ્રવ્યાનુગ ગર્ભિત અધ્યાત્મરૂપ ધમ શાસ્ત્રોને છેડીને બીજા જેટલા શાસ્ત્રોના સમૂહો છે, તે સર્વેમાં પ્રાયે મનેજ મેળવવાના ઉપાય અને મારાજ વિલાસ (વૈભ) વર્ણવ્યા છે. માત્ર એક મુનિરાજ સિવાય બીજા સર્વે સંસારી છે મારી સેવા કરે છે. કહ્યું છે કે
8888888888888888888888888888888
वयोवृद्धास्तपोवृद्धा, ये च वृद्धा बहुश्रुताः । ते सर्ने दनवृद्धानां द्वारे तिष्ठन्ति किंकराः ॥
“જેઓ વયથી વૃદ્ધ છે, તપસ્યાગી વૃદ્ધ છે અને જેઓ બહુશ્રુત (જ્ઞાન) હોવાથી વૃદ્ધ છે, તે સર્વે ધનવડે વૃદ્ધ એવા પુરૂષના દ્વારમાં કિંકરની (સેવક) જેમ રહે છે.’
હે સરસ્વતી ! ઘણું શું કહેવું ? ઘણા એવા હોય છે કે જેઓ મરણ આવતા સુધી પણ પિતાના ધનને પ્રગટ કરતા નથી, અને મારી ઈચ્છા પણ મૂકતા નથી. જે કદાચ તારા માનવામાં ન આવતું હોય,
800
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org