________________
ધન્યકમર
ચરિત્ર ભાગ ૧
સાતમો
પલ્લવ
બધું સુવર્ણ તને એકલાને શી રીતે પચશે? માટે આપણે બને વહેંચીને લઈ એ.” તે સાંભળીને પેલે બે કે—“તારો આમાં કાંઈ પણ ભાગબાગ નથી, આ સર્વ મારૂ છે, હું જ ગ્રહણ કરીશ. કેમકે મેતે તને પ્રથમથી જ કહ્યું હતું કે હે ભાઈ ! ચાલે આપણે ત્યાં જઈને જોઈ એ કે તે તેજસ્વી વસ્તુ શું છે? ત્યારે તે જવાબ આપ્યો હતે કે-“તું જ જા, તારા પૂર્વજોએ થાપણુ મૂકી હશે, તેનું પટકું બાંધીને ઘેર આવજે. મારે ભાગ જોઈ તે નથી, માટે મને આપીશ નહીં.” આ પ્રમાણે કહીને તું તે આગળ ચાલતે થયા હતાઅને હવે પાછો ભાગ માગે છે, તે શું તારૂં જ કહેલું તું ભૂલી ગયે ? હું તે સાહસ કરીને અહીં આવ્યું. મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે. તેથી આ મારૂં જ છે; તારે આમા શું લાગે ? જેમ આવ્યું તેમ જ પાછા ઘેર ચાલ્યા જા. આમાંથી એક કેડીના મૂલ્ય જેટલું પણ તને આપીશ નહી. ફોગટ શા માટે ઉભે છે! અહીંથી ચાલ્યો જા. નહીં તે માટે અને તારે મૈત્રી રહેશે નહીં.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને લેભને વશ પડેલ બીજે ૫ણુ ક્રોધથી બોલે કે- અરે મૂર્ખરાજ ! શા માટે મારે ભાગ નહીં આપે ? હું અને તું એક રાજાનાજ સેવકો છીએ, રાજાએ એકજ કાર્ય માટે આપણને મોકલ્યા છે. તેમાં લાભ કે હાનિ, સુખ કે દુઃખ જે કાંઈ થાય તે આપણે બન્નેને લેવાનું અને સહન કરવાનું છે. એકજ સ્વામીએ એકજ કાર્યને માટે ફરમાવેલા સેવકને જે કાંઈ લાભ થાય છે, તે સર્વ વહેચીજ લેવાય છે, એ પ્રમાણે રાજનિતિ છે, તે શું તું ભૂલી ગયે? માટે હું તે તારા માથા પર હાથ મૂકીને આમાંથી અર્ધો ભાગ લઈશ. તું કાઈ નિદ્રામાં ઉઘે છે ! શું આ જગત મનુષ્યરહિત થઈ ગયું છે કે જેથી તારૂંજ કહેલું થશે? જો આ ધનને ભાગ આપીશ તે આપણી પ્રીત ગાઢ અને અચળ રહેશે, નહીં તે “પીવાને
Jain Education Intema
Beway.org
For Personal & Private Use Only