________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવા
અસમર્થ, પણ ઢળવાને તે સમર્થ ' એ ન્યાયની જેમ રાજાની પાસે સર્વ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલા ધન સહિત આ સર્વ ગ્રહણ કરાવીશ, અને કારાગૃહ(જેલ)માં નંખાવીશ. માટે મને અર્ધો ભાગ આપ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પેલાએ વિચાર્યું કે ખરેખર જે આને હું ભાગ નહીં આપુ તે તે ઉપાધિ કરશે, પરંતુ આ અપરિમિત (ઘણુ) ધન મને પ્રાપ્ત થયું છે. તે આને શી રીતે દઈ પણ શકાય? માટે જે હું અને મારી નાખ્યું તે પછી આ ધન મારૂં જ થાય અને બીજો કોઈ જાણે પણ નહીં. રાજા પૂછશે તે તેને એવો ઉત્તર આપીશ કે માર્ગમાં આવતાં અચિંત્યે વાઘ આવીને તેને ખાઈ ગયો, અને હું તે નાશીને આવતે રહ્યો. એ પ્રમાણે જવાબ આપીશ. બીજું કઈ જાણતું નથી, તેથી રાજાને આ વાતની ખબર પડશે નહિં. માટે આને મારી નાખવાથી જ મારે વિચાર સફળ થશે.” એમ વિચારીને ક્રોધથી તેની આંખ લાલ થઈ અને ગાળો દેતો તેને હણવા માટે મ્યાનમાંથી ખડગ કાઢીને દેડકો, અને કહેવા લાગ્યા કે-“મારા ધનની જે તારે ઈચ્છા હોય તે તૈયાર થા, તને ધન આપું.” એમ બેલતે તે તેની સામે ખડગ ઉચું કરીને દે. તેને સામે આવતે જોઈને બીજે પણ ક્રોધથી ખડગ કાઢીને ગાળ દેતે સામે દો. બને જણ ભેટભેટા (ભેગા) થયા કે તરતજ એકી સાથેજ ક્રોધથી એક બીજાના મર્મસ્થાનમાં બંનેએ ખડગના પ્રહાર કર્યા, જેથી તે બનને ભૂમિપર પડયા, અને અતિ તિક્ષણ પ્રહાર વાગવાથી એક ઘડીમાંજ તેઓ મરણ પામ્યા. તે વખતે વૃક્ષના કુંજમાં બેઠેલી લમીએ સરસ્વતીને કહ્યું કે-“ધનના અર્થીઓનું ચરિત્ર જોયું કે ? હજુ આગળ પણ જેજે કે શું થાય છે?’
ત્યાર પછી બે ઘડી (૪૮ મીનીટ) દિવસ અવશેષ (બાકી) રહ્યો ત્યારે નિઃસ્પૃહી (સાધુ) ના વેષને
૩૦૫
Jan Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org