________________
શ્રી ધન્યકુમાર જી ચાત્ર ભાગ ૧
સાતમો ૫૯લવા
આપનું પધારવું શા કારણે થયું છે? કયા પુણ્યશાળીને ઘેર આપને ઉતારે છે ? અને આપનું નામ શું છે ?” આ પ્રમાણે તે ધનિકના પૂછવાથી બ્રાહ્મણ બે કે-“હે ગેબ્રાહ્મણ પ્રતિપાળક શેઠ ! હું કાશીશમાં વારાણસી નામની પવિત્ર મહાપુરીમાં રહું છું, બ્રાહ્મણના ષટ્કર્મમાં તત્પર છું, સમગ્ર શાસ્ત્રો ભણેલે છું, ધર્મની રૂચિવાળાને પુરાણાદિકની કથા શ્રવણ કરાવવાવડે મારી વૃત્તિ (આજીવિકા) ચાલે છે, અનેક બ્રાહ્મણોને હું વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરાવું છું, તે નગરીને રાજા પણ દક્તિપૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે સો ગામ આપેલાં છે, તેથી હું સુખે વસુ છું. હે શેઠ ! એકદા શાસ્ત્ર વાંચતા તેમાં યાત્રાનો અધિકાર આવ્યો. તેમાં મેં વાંચ્યું કે મનુષ્ય જન્મ પામીને જેણે યાદ કરી નથી, તેને જન્મ અંતગડુના જે નિષ્ફળ છે., આ પ્રમાણે યાત્રાને મહિમા જણીને મને તીર્થાટન કરવાની ઈરછા થઈ, તેથી હું ઘર આગળ પાલખી, મિયાના, વિગેરે વાહનેની સામગ્રી હોવા છતાં પણ તીર્થયાત્રા પગે ચાલીને કરવાથી મોટા ફળ દેનારી થાય છે. તેથી તે સર્વ છેડીને એકલે જ તીર્થયાત્રા માટે નીકળ્યા છું અને ફરતાં ફરતાં ગઈ કાલે જ અહીં આવ્યો છું. એક શાસ્ત્રાભ્યાસની શાળામાં મારે ઉતારે છે. ત્યાં રા પસાર કરી સવારે સ્નાનાદિક ષટ્કર્મ કરી આ નગર જેવા નીકળ્યો છું. બજારમાં ફરતાં અરે આપ પુણ્યશાળીનું દર્શન થયું. આપને યોગ્ય જાણીને આશીર્વાદ આપે.” આ પ્રમાણે કહીને તે માયાવી બ્રાહ્મણ મૌન રહ્યો. ત્યારે તે શેઠે બે હાથ જોડીને કહ્યું કે-“આજે અમારા મહાપુણ્યનો ઉદય થયો કે જેથી સમગ્ર ગુણગણથી ભૂષિત આ૫ તીથવાસીના દર્શનથી અમારે મનુષ્યજન્મ સફળ થયે. ઇશ્વરના દર્શનને તુલ્ય હું આપનું દર્શન માનું છું. આજે મારા ગરીબ ઉપર આપે મોટી કૃપા કરી છે. આજે વગર બેલા ગંગાનદી
late:2648888888888888888888888888888
૨૮૨
Jan Education International
For Personal & Private Use Only
www.jane brary.org