________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલ્લવ
ધનથી પિતાને નિર્વાહ કરે છે, કેઈની (પુત્રાદિકની) પરતંત્રતા ભગવતે નથી. જે પ્રાણીએ એકજવાર મારૂ સ્વરૂપ જોયું હોય તે જન્માંતરમાં પણ મને વિસરતો નથી, અને તેને તે ગણુ પખવાડીયામાંજ ભૂલી જાય છે. માટે હે સરસ્વતી ! મારી પાસે તારૂં માન કેટલું ? જે કદાચ આ મારી વાત પર તને વિશ્વાસ આવતું ન હોય, તો આ સમીપે શ્રીનિવાસ નામનું નગર છે, ત્યાં તું જા. આપણે આપણા મહત્વની પરીક્ષા કરીએ.” તે સાંભળીને સરસ્વતી બેલી કે-“ઠીક, ચાલ.” ત્યાર પછી તે બન્ને દેવીઓ નગરની સમીપના ઉધાનમાં ગઈ. લક્ષમી બેલી કે-“હે સરસ્વતી ! તું કહે છે કે હું જ જગમાં સર્વથી ભેટી છું, તો તું જ પ્રથમ નગરમાં જા અને તારી શક્તિથી તું સર્વ લોકેને વશ કરજે. પછીથી હું આવીશ, અને તારે આધીન થયેલા પુરૂષે મને ભજે છે કે નહીં તે જેજે. તેમાં આપણા બંનેનું મહત્વ જણાઈ આવશે.” ત્યાર પછી સરસ્વતી મનેખુર, અદ્ભુત સ્વરૂપવાળું અને વસ્ત્ર આભૂષણોથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નગરમાં ગઈ. બજારમાં જતાં એક મોટો મહેલ જોયે. તેમાં કેટી ધનને સ્વામી રહેતું હતું. ત્યાં મહેલના દ્વારની પાસે તે ધનિકનું વર્ગના વિમાન જેવું સભાસ્થાન હતું. તેમાં ઘણા ઉત્તમ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલે તથા અનેક સેવકોથી સેવાને તે ધનિક એક મનહર ભદ્રાસન પર બેઠો હતો. તેને જોઈને આ માયાવી બ્રાહ્મણે આશીર્વાદ આપે. ત્યારે મને હેર સ્વરૂપ, ઉત્તમ વેષ અને ગુણને સમુથી અલંકૃત એવા તે પવિત્ર બ્રાહ્મણને આશીર્વાદ સાંભળીને તે ધનિકે આસન પરથી ઉભા થઈ સાત આઠ પગલા તેની સમુખ આવી તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને તેને બહુમાનપૂર્વક બીજા ભદ્રાસન પર બેસાડી પોતે પિતાના ભદ્રાસનપર બેઠો. તેના ગુણથી રંજીત થયેલા ધનિકે તેને પૂછયું કે-“હે ભટ્ટજી ! આપ ક્યા દેશના રહીશ છે ? અહી
5888888888888888888888888888
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org