________________
શ્રી ધન્યકુમાર ચાર ભાગ ૧
સાતમો
પલ્લવ
RSSAGBAB23888888888888888888888888
કરૂં? મારૂં ચિત્ત શ્રવણમાં વ્યા હોવાથી અજાણતાં જ મેં તને દુર્વચન કહ્યું, તે તું ક્ષમા કરજે પરંતુ તું જે કહે છે તે વૃદ્ધા કયાં છે?” વહુએ કહ્યું-“ઘરમાં ભદ્રાસન પર બેસાડ્યાં છે, માટે તમે ત્યાં જઈને સુખ સમાચારપૂર્વક શિષ્ટાચાર કરીને તેણીનું મન પ્રસન્ન કરે” પછી તે વહુ સાસુ ઘરમાં જઈને વિનયપૂર્વક તે વૃદ્ધાને સુખ સમાચાર પૂછી વિનંતિ કરવા લાગી કે-“હે માતા! આ અમારા ઘરમાં તમારે આનંદ સહિત સુખેથી પિતાનાજ ઘરની જેમ રહેવું, કાંઈ પણ શંકા રાખવી નહીં. અમારા એવા ભાગ્ય કયાંથી કે તમારી જેવા વૃદ્ધની સેવા કરવાનો સમય મળે ? તમે તે અમારાં માતુશ્રી સમાન છે. તમારે મને પુત્રી તરીકે જ ગણવી. અમારા મોટા ભાગ્યનો ઉદય થયો ને તમે તીર્થસ્વરૂપ અમારે ઘેર પધાર્યા. આ મારી ચારે વહુઓ તમારી દાસી છે, તે તમારી આજ્ઞા પ્રમાણે વર્તશે. ખાન, પાન, સ્નાન, શમ્યા પાથરવી, ઉપાડવી વિગેરે જે કામકાજ હોય તે તમારે નિઃશંક રીતે અમને કહેવું, તે સર્વ કામ અમો સર્વે હર્ષભેર શિરસાટે કરશું.” તે સાંભળીને વૃદ્ધા બોલી કે “હે ભદ્ર! તું કહે છે તે ઘણું સારું છે, પરંતુ તારે પતિ આવીને બહુ માનપુર્વક આદરથી મને રાખે, તે હું સ્થિર ચિત્તે રહું, કેમકે ચિત્તની પ્રસન્નતા વિના કોઈને ઘેર રહેવું ઠીક નહીં.” તે સાંભળીને શેઠાણી બેલી કે-“એટલાથીજ જે તમારા મનની પ્રસન્નતા થતી હોય, તે તે અતિ સુખે થઈ શકે તેવું છે. મારા સ્વામી આવા કાર્યમાં અત્યંત હર્ષવાનું અને ઉત્સાહવાન છે, અને પિતે અંગીકાર કરેલાને પ્રસન્ન ચિત્તે નિર્વાહ કરે છે.” ત્યારે તે વૃદ્ધા બેલી-“જો એમ હોય તે પણ તેની અનુજ્ઞા (રજા) વિના મારાથી અહીં રહી શકાશે નહીં.” શેઠાણીએ કહ્યું-“ ત્યારે હમણાં જ તેમને બોલાવીને અનુજ્ઞા અપાવું.” વૃદ્ધાએ પૂછયુ-તે કયાં ગયા છે? શેઠાણીએ જવાબ આપે-“કઈ પરદેશી બ્રાહ્મણ
888888882292328338 SELSDEPARTECHERCHE
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org