________________
મી
ધન્યકુમાર છે ચાત્ર ભાગ ૧
સાતમો પલવ
BBARASASASASSSSSSSSSSSS: 38:333
પાષાણુની જેમ જરા પણ આદ્ધ થયું નહિ પછી ચારણે “હું દુઃખિત છું, હું મુખ્ય છું, હું ભારે કર્યું છું, વિગેરે દીન વચને વિવિધ અભિનય સાથે કહ્યા, ત્યારે તે શેઠ તેને ઠપકો દેતે (ગ) કહેવા લાગે કે-“ અરે ભાઈ ચારણુ! અત્યારે સમય નથી, તું જે આજે ભજન માગે છે, તે આવતી કાલે તને નકકી આપીશ.” આ પ્રમાણે ધનકર્માએ તેને કહ્યું, તેથી તે ભાટ તેના ગુપ્તાશયને નહિ સમજતો આનંદિત થઈ મનમાં વિચારવા લાગ્યો કે “ મારૂં આગમન સફળ થયું. મેં પણ (શરત-હોડ) કર્યું અને એ 2 આવ્યો; આ શેઠે એક દિવસના વિલંબ પછી દાન આપવાનું અંગીકાર કર્યું છે. મુળથીજ નહિ આપું તેમ કહ્યું નથી તે સારું થયું, કાલે આવીને દાન લઈને હું જઇશ. એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તે ગયે. વળી ફરીથી બીજે દિવસે તેને ઘેર જઈને તેજ પ્રમાણે તેણે ધનકર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકર્યા શેઠે તેને કહ્યું કે-“ અરે માગધ! અરે ચારણ! કેમ ઉતાવળો થાય છે? ધીરે થા ! શાંત થા! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” આ પ્રમાણેના તે શેઠના વચન સાંભળીને નહિ દેવાની ઇચ્છાવાળા તે શેઠને હાર્દ તથા દંભાદિક સારી રીતે તે ચારણે જાણી લીધું. પછી તેણે વિચાર કર્યો કે-“ આની સાથે મારે કજીયે કરે તે વ્યાજબી નથી, કારણ કે તેમ કરૂં તે તે “આ શેઠને પ્રસન્ન કરીને હ ભેજન લાવીશ” એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યો છું તેમાં હાનિ થાય. વળી આ કહે છે કે-કાલે આપીશ.” પણ મૂળથી “નહિ દઉં' તેમ તે કહે નથી. તેથી આની પછવાડે લાગીને હંમેશા તેની પાસે માગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને આવે ને આ પ્રત્યુત્તર આપ્યા કરશે? અને થાકીને તે આપશે; છેવટે લોકલજજાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે. તેના અને માવા નશીબને
SURGERBS82259873383 83335273 1
Jan Education Inter
For Personal & Private Use Only
www.janesbrary.org