________________
શ્રી ધન્યકુમાર રેડ
ચરિત્ર ભાગ ૧
સાતમો ૫ લવ
તેજ કાશયષ્ટિનું ઝાડ શેરડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષમીને પણ જે માણસો જિનભુવન, જિનબિંબ (જિનાગમ સાધુ સાધી શ્રાવક-શ્રાવીકા) વિગેરે સાતે ક્ષેત્રમાં વાપરે છે તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લદ્દમી મોક્ષનું સુખ આપનાર થાય છે, નહિ તે તે સર્વરીતે અનર્થકારી જ થાય છે. આ પ્રમાણે મેળવેલી લક્ષમી પણ જે સ્થિર રહેતી હોય, તે તેને બંધનમાં રાખવી સારી છે–વ્યાજબી છે, પણ તે લક્ષ્મી તે સમુદ્રના તરંગેની જેવી ચપળ છે. લક્ષ્મીને માટે અનેક મનુષ્યોએ પ્રાણુ ગુમાવ્યા છે, અને ગુમાવશે. લક્ષમી કેને ઘેર બંધાઈને રહેતી નથી. પુરાદિકમાં પણ નીચે જણાવ્યા પ્રમાણે લક્ષમી અને સરસ્વતીને સંવાદ આપેલ છે.
એકદા લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વિવાદ થયો, તેમાં સરસ્વતી બોલી-“જગતમાં હું જ મોટી છું, કારણ કે મેં અંગીકાર કરેલો મનુષ્ય સર્વત્ર સન્માન પામે છે, અને તેઓ સર્વ પુરુષાર્થના ઉપાયને પણ જાણે છે, કહ્યું છે કે- “વશે પૂત્તે રાજ્ઞા સર્વર પુકારે,' રાજા પિતાના દેશમાં જ પૂજાય છે, પણ વિદ્વાન તે સર્વત્ર પૂજાય છે. વળી તે લદ્દમી! તું કે જે નાણારૂપે રહેલી છે, તેના મસ્તક પર પણ હું રહેલી હોઉં, તો જ લેવા દેવા વિગેરે વ્યાપારમાં તારે વ્યવહાર થઈ શકે છે, અન્યથા તને કઈ ગ્રતુણુ કરતું નથી, માટે હું જ મોટી છું.” તે સાંભળીને લક્ષમી બોલી કે-“હે સરસ્વતી ! તેં જે આ કહ્યું છે તે માત્ર કહેવાયેજ છે; તારાથી કઈની સિદ્ધિ થતી નથી. કારણકે તે અંગીકાર કરેલા પુરૂષે મારે માટે થઈને સેંકડે અને હજારે દેશમાં પરિભ્રમણ કરે છે, અને મારા અંગીકૃત પુરૂષ પાસે આવી સેવકની જેમ તેમની આગળ ઉભા રહે છે. કહ્યું છે કે –
૨૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org