________________
ધન્યકુમાર ||
ચરિત્ર ભાગ ૧
પલવા
દય હોતી જ નથી.” આ પ્રમાણે વિચાર કરીને પિતાના પિતાને બચાવી ધન્યકુમારે તેમને કહ્યું કે
તમે નવા આવ્યા જણાઓ છે ! કયાંથી આવ્યા છે ? તમારી કઈ જાત છે ? આ સવ સ્ત્રી-પુરૂને તમારી સાથે શું સંબંધ છે?” આ પ્રમાણે પૂછયું ત્યારે પ્રબળ પુણપના ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નન અને સુવર્ણના અલંકારોની કાંતિથી જેના શરીરનું સ્વરૂપ ફરી ગયેલું છે તેવા ધન્યકુમારને ધનસારે ઓળખ્યા નહિ તેથી પિતાની જાતિ, કુળ, વંશ વિગેરે રોપવીને અવસરને ઉચિત એ જે તેવો ઉત્તર આપતાં કહ્યું કે “હે સ્વામિન ! અમે પરદેશથી આવેલા છીએ, અમે આજીવિકાને માર્ગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આપને આ પરોપકારી કાર્ય વ્યવસાય સાંભળી ને ઘણા દિવસથી અમે અહીં રહ્યા છીએ, અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ. હમેશા પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વા આપીએ છીએ. કે-આપ ઘણું જીવે, ઘણો આનંદ પામે અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.” કારણ કે અમારા જેવાને તે તમેજ જગમ કપ’વૃક્ષા છે.
આ પ્રમાણે ખુશામત ભરેલાં મીઠાં વચને બેલી નમસ્કાર કરીને ધનસાર શેઠ એક બાજુ ઉભા રહ્યા પિતાનાં આવાં મીઠાં વચન સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યા કે–અહો ! જુઓ ! ધનને ક્ષય થતાં મતિને વિક્રમ પણ કે થઈ જાય છે ? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પિતાના પુત્રને પણ તેઓ ઓળખતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે—ધનને ક્ષય થતાં તેજ લજજા, મતિ માન તે સર્વને પણ નાશ થાય છે તે ચાલ્યા જાય છે જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પિતાના પુત્રને ઓળખતા નથી. તેવીજ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન્ થયેલા મને
૨૦૮
Jan Education Interational
For Personal & Private Use Only
www.janesbrary.org