________________
શ્રી
ધમાર !
ચરિત્ર ભાગ ૧
જ છે
છઠો પલવ
પ્રત્યુતર આપે કે –“સ્વામિ! અમે નિધન વસ્ત્ર સંબંધી ખર્ચ કરવાને કેવી રીતે શકિતવાન થઈ ? અને ખર્ચ વિના નવાં વસ્ત્રો કયાંથી આવે? વળી મારા એકને માટે લુગડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે. તેથી જેમ તેમ જેવા હોય તેવા વસ્ત્રોથીજ નિર્વાહ ચલાવીએ છીએ.” આ પ્રમાણેને ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના સ્ત્રી પુરૂષને પહેરવા લાયક વસ્ત્રો અપાવ્યા અને સર્વે મજુરને પણ એકેક વસ્ત્ર અપાયું, તેથી તેઓ પણ બહુ હર્ષ પામ્યા અને વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. એ પ્રમાણે હંમેશા ધનસાર શેઠના મનને અનુકુળ એવા તાંબુળ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમને સત્કાર કરતા હતા. અન્ય મજુરોને પણ યથાયોગ્ય આપતા હતા અને ભાઈ ભેજાઈ વિગેરેનો સત્કાર કરતા હતા, પણ ધન્યકુમારના પુણ્યને પ્રભાવ વધી જવાથી કે તેને ઓળખી શકતું નડતું. એક દિવસ ધન્યકુમારે વૃદ્ધને કહ્યું કે—“હવે ઉહાળાની ઋતુ આવે છે, તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. દિવસ પૂર્ણ થતા ચક્રવાક પક્ષીની જેમ છાશના અભાવથી તમને રાત્રી અંધપણું પ્રાપ્ત થશે. તે સાંભળી ધનસાર શેઠ બે કે–“સ્વામિન્ ! હું પણ તે વાત જાણુ છું, પરંતુ અમારી પાસે ગાય વિગેરે હેર નથી તેથી અમને છાશ કેવી રીતે મળે ? વળી ગાય વિગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે. તેથી નિર્ધનને મનોરથ તે અંતરંગમાંજ સમાઈ જાય છે. તે સાંભળી ધન્યકુમારે કહ્યું કે– આવું દીન વચન તમારે બોલવું નહિ. મારે ઘેર ગાય વિગેરે ઢોરોનું મોટું ટોળું છે, અને દુધ વિગેરે પુષ્કળ થાય છે. તેથી છાશ પણ ઘણી થાય છે, માટે હે વૃદ્ધ ! તમારે
કે
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org