________________
શ્રી
ધન્યૂકમાર ચરિત્ર ભાગ ૧
છઠો પલ્લવ
888888888888888888888888888 ADAJAN
આવી છે તે કોઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધુને જે કાંઈ અપરાધ થયેલ હોય તે પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આ૫ વધારે અને તેની પુત્રવધૂને આપ છોડી મૂકે. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ ? સ્વામિન! આપજ યુક્ત અને અયુક્તના વિચારોમાં કુશળ છો. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણત્રીમાં છે તેથી વાતની એકજ વાત કહીએ છીએ કે મહેરબાની કરીને-કૃપા કરીને-દયાલાવીને આ ડોસાની પુત્રવધૂને આપ પાછી આપે,” આ પ્રમાણે મહાજનના સમૂહની વાત સાંભળીને જરા રિમત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાત કરતાં અન્યક્તિ દ્વારા તિરસ્કાર સૂચવનાર અને ગર્ભિત ક્રોધયુક્ત વાકયો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા કે—“અરે ભાઈ! હમણુ આ નગરમાં ઘણુ માણસે બહુ વાચાળ-દોઢડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજ્યા વિના વાણીવડે પારકાના ઘરની વાત કરીને તૃપ્તિ પામનારા જેમ તેમ વચને બેલે છે. પણ દુજનેને એ સ્વભાવજ છે, કહ્યું છે કે
आत्मनो बिल्वमात्राणि, स्वच्छिद्राणि न पश्यति ।
राजाकाकणमात्राणि, परच्छिद्राणि पश्यति ॥ દુને પિતાના મોટા મોટા ગુફા જેવા છિદ્રો પણ જોઈ શકતા નથી, અને એક નાના રેખા(જવ) જેવડા પણુ પર (પારકા) છિદ્રોને જુએ છે.”
પણ તે સર્વને હું જાણું છું એાળખું છું. હમણા તેવાં સર્વ શિક્ષા કરવાને હું તૈયાર થયે
8888888888888888888888888888888888888
Jain Education International
For Personal & Private Use Only
ainelibrary.org