________________
મી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો ૫૯તવ
તુમુલ યુદ્ધ શરૂ કર્યું. યુદ્ધ શરૂ થયા પછી થોડા જ વખતમાં ગાજતા એવા હાથી, ઘેડ વિગેરે યુક્ત શતાનિક રાજાના સૈન્યને નદીના પ્રવાહને પર્વત રોકી રાખે તેવી રીતે ધન્યકુમારે પરમુખ કરી નાખ્યું. તેના બધા જ સૈનિક કાગડાની જેમ નાશી ગયા. તે વખતે પિતાના સૈન્યને દીનભાવ પામવું અને નાસતું જોઈને શતાનિક રાજા પિતે વધારે બળવાન સૈન્ય લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચાલ્યો. ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પિતાના મહેલની પૂરતી રક્ષા થાય તે પ્રબંધ કરીને પિતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેઓ મળ્યા, અને લડાઈ શરૂ થઈ. તેઓ બંને જ્યારે લડાઈ કરવા લાગ્યા ત્યારે કિંકર્તવ્યતામૂઢ થયેલા પ્રધાન પુરૂષે એકઠા થઈને વિચારવા લાગ્યા કે—“આ સસરા અને જમાઈના યુદ્ધમાં જે કોઈ મહાન અનર્થ થશે તો જગતમાં આપણી મોટી અપ્રતિષ્ઠા થશે; લોકો કહેશે કે “આ બને સન્ય.માં કેઇ એ બુદ્ધિશાળી ડાહ્યો માણસજ નહોતે કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે?” તેથી રાજા પાસે જઈને કાંઈપણ હિતોપદેશ આપણે કહીએ.” આ પ્રમાણે વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતિ કરવા લાગ્યા કે— “સ્વામિન ! ચિત્ત સ્થિર કરીને અમારી વિનંતિ સાંભળો અને પછી જે આપને ઉચિત લાગે તે કરે.” રાજાએ કહ્યું કે-“તમારે જે કહેવું હોય તે કહે. હું તેને વિચાર કરીશ.” આ પ્રમાણે રાજાની રજા–અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા કે—“હે દેવ! મહારાજ ! એક રાંકના હેતુથી સેવક સાથે લડાઈ કરીને આપની પ્રતિષ્ઠા આપ ગુમાવશે નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છું કે–પાપીને પક્ષ કરે નહિ, કેમકે તેણે કરેલા અતિશય પાપના ઉદયવડે તેનો પક્ષ કરનાર પણ ડુબે છે. વળી આ ધન્યરાજ ! તમારા જમાઈ છે. તેથી તે પૂજ્ય
欧码妈妈奶妈婉识网网网买码网妈网网双网双忍忍怨
Jan Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org