________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલવ
વખતે મને ઉપર જય મેળવવા માટે ચાર ઉપાયો સજર્યા, પણ પાંચમો ઉપાય સર્યો નહિ, કે જે ઉપાયવડે સ્ત્રીઓનું મન કબજે લાવી શકાય.” મેં પહેલાં એમના ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયે કર્યા છે. પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ આ સ્ત્રીઓમાં તે ઉપાય બધાં નિષ્ફળ ગયાં છેતેમાંથી કાંઈ પણ સુફળની પ્રાપ્તિ થઈ નથી. જે કુલીન સ્ત્રીઓ હોય તેઓ તો એ સારે બધ આપે કે જેથી ઉન્માર્ગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીતે રોકી રાખે, તેવી જ રીતે છુટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને રાખે-છુટા પડવા ન દે. મેં આ કલેશ કરાવનારી ભાભીઓને મદ ગાળવા માટે તથા તેમની વક્રતા મટાડવા માટે આ ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ છે. જેવી રીતે ઉત્તમ શૈદ્ય વિષમ જવરને નાશ કરવા શરીરને સુકવે છે લાંઘણુ કરાવે છે, તેવી જ રીતે મેં આ ઉપાય કજીયે તથા વક્રતા નિવારવા માટે કર્યો છે, બીજું કાંઈ કારણું નથી. આ પ્રમાણે પ્રીતિ ઉપજાવે તેવા વચનેવડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણે આનંદ પમાડે શતાનિક રાજા પણ અત્યંત અદ્દભૂત ભાગ્યવાળા ધન્યકુમારની વાત સાંભળીને મનમાં આનંદ તથા વિસ્મય પામતે પિતાને આવાસે ગયે. ધન્યકુમાર પણ સેનાપતિ. મંત્રીઓ વિગેરેથી પ્રશંસાતા પિતાના નગરમાં આવીને આનંદિત થયેલા માતા, પિતા તથા ષ્ટ બાંધને નમસ્કાર કર્યા. તેઓ પણ–આનંદિત થઈને તેને આશીર્વાદ દેવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે તેમને આગલે વૃત્તાંત પૂછો. અને તેઓએ તે બધે વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. ત્યાર પછી ધન્યકુમાર ભક્તિવડે સ્વજનેને સન્માન આપીને અને સત્કાર કરીને રાજાઓમાં ચક્રવતીની જેમ સ્વજનેમાં ભવા લાગ્યા.
૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org