________________
ધન્યકુમાર ચારેત્ર ભાગ ૧
છઠે ૫૯લવ
પુરૂષોમાં અગ્રેસર છે, તેને આ કેમ શોભે? તમારામાં આવા દંભને સંભવ જ કેમ હોય? કદાચ જો કે પિતાના કુટુંબીઓ વિપરીત આચરણ કરે, તે પણ તેમને શિક્ષા આપત્તિકાળમાં તો નજ કરવી, વિપદામાંથી તે જલદી ઉદ્ધાર કરે તેજ સંત પુરૂષનું કર્તવ્ય છે. સાધુપુરૂષે પડવા ઉપર કદિ પણ પાટુ મારતા નથી. પણ તેને સહાય કરનારા જ થાય છે. પણ અમને એમ લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દુધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્નીએ કાંઈક પિશુન૫) (ચાડીચુગલી) કર્યું* હશે, તમારા કાન ભંભેર્યા હશે; તેથીજ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયો છે કે—સુંદર વંશમાં વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષને દંડ પણુ પણછ (દોરી)થી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે. આ પ્રમાણે કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કેમળ વચને વડે સમજાવ્યા. એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છોડી દઈને આદરપૂર્વક પિતાની ભાભીઓને પિતાના ઘરમાં મોકલી.
ત્યાર પછી ધન્યકુમારે રીન્યની તૈયારીઓ બંધ કરી દઈને મંત્રીઓ સાથે રાજા પાસે આવીને નમસ્કાર કર્યો. રાજાએ પણ અધુ આસન આપીને તથા સત્કાર કરીને પોતાની પાસે બેસાડી ઉત્સાડપૂર્વક વિનયવંત એવા ધન્યકુમારને કહ્યું કે “હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ ! શું આશ્ચર્યકારક બન્યું ? તેમને નહિ ઓળખી શકેલી તમારી ભેજાઈ એને તમે હેરાન કરી તે તમને શોભતું નથી, મતલબ કે ડાહા માણસોએ પિતાના કુટુંબીજનેને કોઈ દિવસ છેતરવા ન જોઈએ.” આ પ્રમાણે શતાનિક રાજાનું કથન સાંભળીને ધનસારપુત્ર ધન્યકુમાર નિર્મળ અંતઃકરણથી કહેવા લાગ્યા કે–“હે સ્વામિન્ ! તે ભેજાઈએ અમારા ભાઈઓ વચ્ચે
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org