________________
થી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ |
છઠો
પલવા
B8%B382522832388888888888888
કેવી કળડ કરાવનારી થઈ છે તે સાંભળે. લેઢાની ઘંટી જેમ તેની અંદર નાંખેલા ધાન્યને છુટે છુટું કરી નાખે છે, તેવી જ રીતે ઘણી મજબુતાઈથી વળગી રહેલા અમારા ભાઈઓના મનને તે સ્ત્રીઓએ ઘરમાં આવીને છુટાં પાડી નાખ્યા છે. એક ઉદરથીજ જન્મેલા ભાઈઓના મનરૂપી ભૂમિ ઉપર પ્રિતિ-વલ્લભતા સ્નેહતારૂપી સ્નેહાળુલતાની શ્રેણિઓ ત્યાં સુધીજ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાઓને છુટી પાડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતું નથી. આ દાવાનળ સળગતાંજ તે લતાઓને તરતજ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટકી જાય છે. હે રાજન ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે– કઈ દિવસ શત્રુને વિશ્વાસ કરે નહિ. અને સ્ત્રીઓને તે વિશે કરીને કઈ દિવસ પણ વિશ્વાસ કરવો નહિ અને હેતુ શું છે તે સાંભળે. શત્રુઓ તે વિરૂદ્ધ થાય ત્યારેજ હણવાને ઉક્ત થાય છે, અને નારીઓ તે સ્નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણી નાંખે છે. જેવી રીતે સુંદર વંશમાં (વાંસમાં–વાંસથી) ઉત્પન્ન થયેલ મંથનદંડ-રૉયે સ્ત્રીઓ હલાવે કે તરત જ સારી રીતે જામી ગયેલા દહીને છુટું પાડી નાખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પણ સ્ત્રીઓથી પ્રેરાયા છતાં તેવા અકૃત્ય કરવા ઉક્ત થઈ જાય છે, જ્યારે ઘટીને દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાના કણેકણને જુદા પાડી નાખે છે, તેવી જ રીતે સ્ત્રીથી ભ્રમણામાં નખાય ત્યારે પુરૂષ પણ માતા, પિતા વિગેરેના નેડને ક્ષણમાં દળી નાખે છે. પૂર્વની સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તરવાર–ખડ્રગ વિગેરે શસ્ત્રો સરાણુવડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે, તેવી જ રીતે કુલટા સ્ત્રીઓથી ઘસાતા-ખેદાતા પુરૂષે પણ ઉલટા હૃદયમાં આનંદ માને છે–ખુશી થાય છે. હે રાજન! લેકેમાં કહેવત છે કે પ્રભુએ જગત્ બનાવતી
6826888888888888888888888888888888
Jain Education Internetu
For Personal & Private Use Only
www.ainelibrary.org