________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલવ
પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તેને તે કામ પાર ઉતારવા વિનંતિ કરી. હવે ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણા હાથમાં લઈ અનેક ગંધના પરિવાર સહિત વનમાં ગયા. ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ગીત ગાવા લાગ્યા, અને સ્વર, ગ્રામ, મૂછના વિગેરેના મેળપૂર્વક વીણા વગાડવા લાગ્યા. તે વખતે તે વનમાં રહેલાં મૃગે અને મૃગલીઓ ગાયનમાં લીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાઓમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યા ધન્યની આસપાસ વીટળાઈ જઈને તે બધાંજ ત્યાં બેઠાં. જેવી રીતે પ્રાણેશની પાસે પ્રિયા આવે તેવી રીતે તે હરણની મધ્યે પ્રથમ જે મૃગલીના ગળામાં કન્યાએ હાર પહેરાવ્યો હતો તે મૃગલી પણ ગીતના આંદોલનથી વશ થઈ જઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી. પછી ઈદ્રજાળમાં કુશળ પુરૂષ લોકોથી વીંટાઈ જાય તેવી રીતે મૃગેથી વીંટાયેલા ધન્યકુમાર પણ તેજ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લેકેએ કરેલા ક્ષોભથી ક્ષેભાયમાન થયેલા છતાં પણ મૃગેને સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલા ગી જેમ ક્ષોભ પામતા નથી તેમ જરા પણુ ક્ષેભ પામ્યા નહિ; સવેર મૃગે (હરા) ધન્યકુમારની આસપાસ વીં'ટાઈ જઈને તેની સાથેજ ચાલવા લાગ્યા. આ પ્રમાણે નગરના લેકને વિસ્મય પમાડતા ધન્યકુમાર નગરમાં પ્રવેશ કરીને રાજ્યમાગે ચાલતા તે મૃગો અને તેને લીધે રંગમાં આવેલા લોકોની સાથે રાજ્યસભામાં આવ્યા પછી “આ શું ? આ શું ? એમ બેલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્ર બુદ્ધિવાળા ધન્યકુમાર તે સર્વને લઈ ગયા અને હરિણીના ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હસ્તમાં અપે. આ પ્રમાણેને અદ્દભૂત વૃત્તાંત
૨૫૩
Jan Educa on inte
For Personal & Private Use Only
www.jainelibrary.org