________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલ્લવી
કુટુંબ સહિત અત્રે આવ્યા, જેવી કે માં વાત સાંભળી હતી તે કરતાં પણ વધારે શ્રેષ્ઠ આ નગર જોયું. અમારા સસરાએ અત્રે આવ્યા પછી કોઈ સજજનને પૂછયું કે–અરે ભાગ્યશાળી ! આ દેશમાં ‘અમારી જેવા નિધનોના જીવન નિર્વાહનો કોઈ ઉપાય છે?' તેણે જવાબ આપ્યો કે આ પાસેના નગરના સ્વામી ધન્યરાજા સરોવર ખેદાવે છે, ત્યાં જઈને સરોવર દવાનું કામ કરે, તેનાથી તમારી સુખે આજીવિકા ચાલશે.’ આમ સાંભળીને ત્યાં જઈ અમે તળાવ પેદવાવડે અમારી ઉદરપૂર્તિ કરવા લાગ્યા. એક દિવસે ધન્યરાજા તે સરોવર-તળાવ જેવાને પિતે આવ્યા.” ત્યાર પછી હંમેશા છાશ લેવા જવાનો વિગેરે સર્વ વૃત્તાંત વિરતારપૂર્વક તેઓએ કહી સંભળાવ્યો. સભાજનોએ તે બધી હકીકત જેવી સાંભળી તેવી રાજા પાસે નિવેદન કરી. રાજા પણ આવી અસંભવિત વાતો સાંભળીને વિરમયતાપૂર્વક હજુ તે ચિત્તમાં વિચાર કરતા હતા, તેવામાં તે સ્ત્રીઓ ફરીવાર બેલવા લાગી કે-“હે મહારાજ ! હે પરદુઃખભંજક ! હે કરૂણાનિધિ ! સેવક જનો ઉપર વાત્સલ્યભાવરૂપી અમૃતના કંપાઓ ઢળનારા આપ જ અમારા વિયોગાગ્નિથી બળેલા મનરૂપી ઉદ્યાનને શાંત કરવાને શક્તિવાન છે શું ધન્યકુમારે અમારી દેરાણીના મોહથી સાસરા વિગેરે પાંચ જણાને મૃત્યુ પમાડયા હશે ? અગર તે દુબુદ્ધિવાળાએ જીવતાં જ શું તેઓને કારાગ્રહમાં પૂરી દીધા હશે? હે દીનોદ્ધાર કુશળ! તે સર્વની આપ તપાસ કરાવે. ધન્યરાજાએ રોકેલા અમારા કુટુંબને આપ કૃપા કરીને છોડાવે. હાથીના મેઢામાં આવેલ પશુને સિંહ સિવાય બીજે કર્યો વનચર છોડાવવા સમર્થ છે? વળી કહ્યું પણ છે કે નિર્ધન, અનાથ, પીડિત, શિક્ષા પામેલા અને વૈરીઓથી પરાભવ પામેલા સર્વેને રાજાજ શરણભૂત થાય છે.”
२४०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org