________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો
પલ ૧
8822823823852888
આ પ્રમાણેનો તેમનો પિકાર સાંભળીને રાજદિક સર્વેને ક્રોધ ઉત્પન્ન થયા અને સેવક પુરૂષ સાથે આ પ્રમાણે રાજાએ ધન્યકુમારને કહેવરાવ્યું કે—તમારી જેવાને અન્યાય કરે તે તદ્દન અનુચિત છે, તેથી જે પરદેશીઓને તમે કબજે રાખ્યા છે તેમને છોડી મૂકે. સજજન થઈને ગર્વથી આ પ્રમાણે સન્માર્ગ કેમ છોડી દે છે? પ્રાણ જાય તે પણ સજજન પુરૂષે માઠું કૃત્ય. અસદાચરણ કરતાં નથી.” ધન્યકુમારે સેવક પુરૂષ પાસેથી આ પ્રમાણેનાં વચને સાંભળીને કહ્યું કે-“અરે પ્રેગ્ય! અરે સભ્ય! હું કઈ દિવસ પણ સત્ય માગને લેપ કરતેજ નથી. હંમેશા ઉગતા સૂર્ય સર્વત્ર પ્રકાશ કરે છે કે નથી કરતા? અને કદાચિત્ હું ત્યાજ્ય એવા કુમાર્ગે પ્રયાણ કરૂં તે મને રોકવા કેણ સમર્થ છે? જ્યારે ચક્રવતીનું ચક ચાલતું હોય, ત્યારે કયે પુરૂષ તેને રેકવા સમર્થ થાય છે? જે આ બાબતમાં રાજાને પરીક્ષા કરવાની ઇચ્છા હોય તે તેમને પણ શિક્ષા કરવાને હું સમર્થ છું. જે આપણા રાજા “હું શતાનિક (સે રાજાઓને જીતનાર) છું.તેવા નામની ખ્યાતિથીજ ગવ ધારણ કરતા હોય તે હું લક્ષાનિક (લાખ સૈન્યને જીતનાર) છું. તેથી શતાનિક મારી પાસે કેણુ માત્ર છે ?” આ પ્રમાણેનાં ધન્યકુમારે સ્વમુખે ઉચ્ચારેલાં ગર્વયુક્ત કઠોર વચને સાંભળીને તે આવેલ પુરૂ તરતજ રાજાની પાસે ગયા અને નમસ્કાર કરીને જે હકીકત બની હતી તે વિગતથી કહી સંભળાવી રાજા પણ તેનાં ગર્વયુક્ત વચન સાંભળીને બહુ ક્રોધાયમાન થયે, અને પ્રેમનું સ્થાન હતું તે વેરનું સ્થાન થઈ ગયું. ત્યાર પછી શતાનિક રાજાએ યુદ્ધ કરવા માટે તૈયાર કરેલા પિતાના સૈન્યને ધન્યકુમારના મહેલ પાસે મોકલ્યું. તે વખતે ધન્યરાજાએ પણ તે લશ્કરનું આગમન સાંભળીને પિતાનું હસ્તિસૈન્ય, અશ્વસૈન્ય, પાયદળ સૈન્ય વિગેરે એકઠું કરીને શતાનિક રાજાના લશ્કર સાથે
૨૨૧
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org