________________
શ્રી
ધન્યકુમાર ચારિત્ર ભાગ ૧
છઠે કે પલવ
તે સ્ત્રીની પછવાડે તે ધૂળ ખાઈને તું પણ મરણ પામજે. જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારૂં કરેલું પાપ તમેજ ભેગવશે.” આ પ્રમાણે વિષાદપૂર્વક ધન્યકુમાર તરફ જોતી તેની મા મનમાં બલવા લાગી. તે વખતે ધન્યકુમારે પહેલાંની માફક સેવકોને હુકમ કરીને તેને ઘરમાં બેલાવરાવી અને પછવાડેથી પિતે જઈને માતાના ચરણુયુગલને પ્રણામ કરીને પિતાની ઓળખાણ આપી. તેણી પણ પોતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી ધન્યકુમારે બહુમાનપૂર્વક તેના અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી તેની સારી રીતે ભક્તિ કરીને ઘરમાં રાખી, વળી પાછા ફરીથી ધન્યકુમાર ગોખમાં જઈને બેઠા. તે વખતે ત્રણે ભાઈઓ માબાપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્યમાન ધન્યકુમારે આમતેમ ભટકતા તેને જોઈ ને સેવક દ્વારા આવાસમાં બેલાવરાવ્યા અને પોતે પણ તેમની પાસે જઈને નમસ્કાર કર્યા. ત્યાર પછી વસ્ત્ર, આભરણ અને તાંબુળાદિકથી તેમનો સત્કાર કરીને સદ્ગુણુને શરીરની અંદર દાખલ કરે તેવી રીતે ગૃહના અંદરના ભાગમાં તેમને ધન્યકુમાર લઈ ગયા અને આનંદિત કર્યા. ત્યારપછી કેટલાક સમય વીત્યે એટલે તે ત્રણે ભાઈઓની વહુઓ સાસુ, સસરા તથા પિતાના પતિની તપાસ કરવા આવી અને ધન્યકુમારે દૂરથી તેમને આવતી દીઠી. તેને જોઈને ધન્યકુમારે વિચાર કર્યો કે-“ આ ત્રણેએ અતિ શુદ્ધ અને પવિત્ર એવી મારી પત્નીને ખોટાં દૂષણે આપી નિંદા કરી તેને હેરાન કરી છે. ઘણાં માઠાં વચન સંભળાવ્યા છે. અને તેની હિલના કરીને હલકી પાડી છે, તેથી એને થોડીક શિક્ષા કરૂં તે ઠીક.” આમ વિચાર કરી ભ્રકુટીની સંજ્ઞાવડે દ્વારમાં ઉભેલા સિપાઈઓને હુકમ કર્યો, અને રાજ્યકારમાં પેસતી તેણીઓને અટકાવી, પર્વતેએ અટકાવેલું નદીનું પાણી જેમ ચારે તરફ છુટું થઈને વિખેરાઈ જાય છે તેવી રીતે તે સ્ત્રીઓ પણ
Jain Education Intemal
or Personal & Private Use Only
S
w
ainelibrary.org