________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો
પલ્લવ
રક્ષક વિના કોઈ દિવસ અખંડિત રહી શકે ખરૂં? ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“ઉંદરને બીલાડીની દ્રષ્ટિથી દૂર રાખવે, તેવી જ રીતે કુળવંતી યુવાન સ્ત્રીઓને યુવાન પુરૂની દ્રષ્ટિથી દૂર રાખવી. જે તે તેની પાસે આવ-જાવ કરે તે ઘણું ખરૂં તેમાં વિદન આવવાનો સંભવ રહે છે, તેથી તેની દ્રષ્ટિથી જ તે સ્ત્રીઓને દૂર રાખવી. જેવી રીતે સુંદર રૂપવાન બાળકોને હલકી દ્રષ્ટિવાળી શાકિની ગણતી સ્ત્રીઓ પાસે ખેલાવવામાં આવતા નથી, તેવી જ રીતે રૂપવંતી સ્ત્રીઓનું યુવાન પુરૂ પાસે ગમનાગમન પ્રાયે દુઃખ માટેજ થાય છે. આ વાતને તે તે વખતે તે વિચાર કર્યો નહિ. હવે અમારી પાસે શું જોઈને પિકાર કરે છે? સાઠે બુદ્ધિ નાઠી' (સાઠ વરસની ઉંમરે બુદ્ધિનો નાશ થઈ જાય છે) એવી જે લેકેકિત છે તે તે સાચી કરી દેખાડી. શું તારે માટે અમે પણ સંકટમાં પડીએ ? તે પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તે અમે કર્યું. રાજાએ તે વાત સ્વીકારી નહિ, તેમાં અમે શું કરીએ ? આમાં તારા કર્મનેજ દેષ છે, તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તને ધ્યાન પહોંચે-ઠીક લાગે તેમ કર.ચ, મ કહીને તે સ તિપિતાને ઘરે ગયા. પારકાને માટે પોતાને માથે કેણુ કલેશ વહારે? હવે તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળે અને વિચારવા લાગ્યો કે-“હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હુંજ પિકાર કરૂં. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢે. તે કદાચ રોષે ભરાશે તે મને શું કરશે? તે મને મારવા ઈચછે તે ભલે મારી નાંખે, પ્રાયે મરી ગયેલ જેવો હું થઈ ગયેલુંજ , હવે જીવવાથી મારે શું વિશેષ છે?” આ પ્રમાણે વિચાર કરીને તે પોતે જ અંદર ગયો અને ગોખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને મિટા રવરે કહેવા લાગે કે-“હે મહા ભાગ્યશાળી ! હે રાજન ! મારી પુત્રવધૂને છેડી
Jain Education Intera
For Personal & Private Use Only
www.ainelibrary.org