________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ટા પલ્લવ
Jain Education International
અમને ત્રણેને નિર્ભાગી કહીને સ્થાપેલી છે, તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વહુનેજ છાશ લેવા મેકલે ! તે છાશ લેવા જશે તે દહી દુધ વિગેરે પણુ લાવશે.” આ પ્રમાણે ખેદ ઉપજે તેવા વચના તેણી ખેલવા લાગી. તે સાંભળી ધનસારે કહ્યું કે વહુ સુભદ્રા ! તમે જ છાશ લેવા જાઓ. આ બધી સાચું કહેતાં પણ ઇર્ષ્યાથી ખળે છે, પરંતુ તમે તે તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ. અને છાશ લઈ આવે. જો સહુ સરખા થાય તે ઘરને નિર્વાડ ચાલે નહિ.” આ પ્રમાણે વૃદ્ધને હુકમ થવાથી સુભદ્રા છાશ લેવાને ગઈ. તેને આવતી દેખીને સૌભાગ્યમ જરીએ પહેલેથીજ ખેલાવી અને કહ્યું કે વ્હેન ! આવ, આવ, તું ભલે આવી !” આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછીને દહી, ખાંડ વિગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સ` વસ્તુઓ લઈને પોતાના આવાસે ગઇ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેના વખાણ કર્યાં. તે સાંભળીને ત્રણે જેઠાણીએ ઇર્ષ્યાગ્નિથી વિશેષ મળવા લાગી. હવે હુંમેશા સુભદ્રાજ છાશ લેવા જવા લાગી ખીજી કોઈ જતી નહિ,
એક વખતે સૌભાગ્યમ’જરી ક્રૂરથીજ વનમાં લાગેલા દાવાનળથી મળેલી આંબાના ઝાડની શાખા જેવી શેભારહિત સુભદ્રાને છાશ લેવાને માટે આવતી જોઇને વિચારવા લાગી કે આ મજુર સ્ત્રી કોઈ પણ ઉત્તમ કુળમાં જન્મી હોય તેમ જણાય છે. કારણ કે રૂપ, લાવણ્ય, મર્યાદા, વિનય, વાણી વિગેરેથી તેનુ' કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. કોઈપણુ અશુભકર્મના ઉદયથી તેણી આવી અવસ્થા પામેલી દેખાય છે, તે હંમેશા જન્મથી દુઃખિની હાય તેમ જણાતુ' નથી. તેથી પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બધુ
For Personal & Private Use Only
૨૧૭
www.airnellbrary.org