________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો
પદેલવે
નિર્દયપણને અંતઃકરણમાં નિંદતા પિતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજુર ધનસારને કહેવા લાગ્યા કે—અહે ! તમારા સાનિધ્યથી અમે પગ બહુ સુખી થયા છીએ. કહ્યું છે કે—સત્સંગ કલ્યાણ કરનારજ નીવડે છે. હવે બીજા દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધુએ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય તેમ છાશ લાવવાને માટે ધન્યકુમારને ઘેર જવા લાગી. ધપકુમારની આજ્ઞાથી સૌભાગ્યમંજરી તેમને હંમેશા છાશ આપતી હતી. “ભરથારને વશ થયેલ સ્ત્રીની તેજ નીતિ કર્તવ્ય છે.” એકદા ધન્યકુમારે સૌભાગ્યમંજરીને કહ્યું કે – હે પ્રિયે ! ત્રણે વહુઓને તારે સજજનના અંતઃકરણ જેવી સ્વચ્છ નિર્મળ છાશ દેવી, બહુ જાડી આપવી નહિ પણ જે દિવસે નાની વહુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છાશ તથા દુધ આપવું, વળી મધુર વચનવડે તેની સાથે પ્રીતી કરવી. તેની સાથે કાંઈ પણ ભેદ ગણવે નહિ.” આ પ્રમાણેને પતિને હુકમ પ્રસન્ન ચિત્તથી સૌભાગ્યમંજરીએ માથે ચઢાવ્યું. તે દિવસથી સરલ હૃદયથી તેણે પતિના હકમ પ્રમાણે વર્તન કરવા માંડયું. જે દિવસે સુભદ્રા છાશ લેવા આવે તે દિવસે તેણી ખુશી થઈને તેને દુધ, છાશ, પકવાન્ન, ખજુર, અખરોટ, સીતાફળ વિગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનોથી બેલાવે અને શરીરે કેમ છે? સારું છે ? ' વિગેરે શરીરના સુખ દુઃખના સમાચાર છે. તેણી પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તેને ઉતારે લઈ જાય અને વૃદ્ધની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરે કે—અરે પુત્ર ! જુઓ, જુઓ ભાગ્યવાન પુત્રની આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે ! તે
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org