________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલવ
વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે.” દર કુમારે આ પ્રમાણે કહેવાથી “જે અપને હુકમ” તેમ કહીને ધનસારે સર્વ મજુર તરફ દષ્ટિ કરી, ત્યારે ધન્યકુમાર હસીને બોલ્યા કે-“શું આ પદાર્થો આ સર્વેને આપવાનો તમારે મનોરથ છે? વૃદ્ધ પુરૂષને તે વાત એગ્ય જ છે જેબધા એકઠા રહેલા હોય તે સર્વેને આપ્યા પછી જ લેવું. તે ઉત્તમ કુળની નીતિ છે.” આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યાર પછી તે મજુરોને, અને ખાસ કરીને વૃદ્ધ મજુરને તે સુકો મેવો આપ્યો. અને તેની ઉપર સર્વેને તાંબુળાદિ આપીને ધન્યકુમાર ગૃહે ગયા. પુન્યવંત પુરૂષને ઉચિત એ મે ખાવાને મળવાથી આનંદ પામેલ મારે એકબીજાને અરસપરસ કહેવા લાગ્યા કે—“ આ વૃદ્ધ મ ણસ બહુ પુન્યથડાળી છે. ઓળખાણ નહિ છતાં પણ રાજા તેને બહુમાન આપે છે. જેવી રીતે મહાદેવની પૂજામાં પંઢ (બળ૪ ) પણ પૂજાય છે. તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂર્વે ક િનહિ ખાધેલ તેવા મેવા ખાવાનો પણ આપણને પ્રસંગ છે.” આ પ્રમાણે થવાથી સર્વે મજુરે પણ તે વૃદ્ધની અને તેના સર્વ કુટુંબી ની આજ્ઞાનુસાર વર્તાવા લાગ્યા. ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તેજ હંમેશા ત્યાં આવવા લાગ્યા અને તેજ સ્થળે વૃક્ષ નીચે બેસીને કોઈ દિવસે કેળા, બેર, કોઇ દિવસે જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, (કોપરૂં) કોઈ દિવસે નારંગી, અંજીર, ૫ કી શેરડીના કકડા. તેને રસ એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મજુરોને અને ખાસ કરીને તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષે આપવા લાગ્યા. એક દિવસ તેમણે ધનસારને કહ્યું કે–“તમારા” વસ્ત્રો તદન જીર્ણ થઈ ગયા છે.” ધનસારે
૨૧૨
Jain Education Internal
For Personal & Private Use Only
a l
ainelibrary.org