________________
શ્રી
ધન્યકુમાર | ચરિત્ર ભાગ ૧
છઠે ૫લવા
પ્રબંધ કરે છે કે-કામ કરનાર સ્ત્રીઓને હંમેશા એક 'દીનાર આપો અને કામ કરનાર પુરૂષને બે દીના આપવા. ઉપરાંત બે વખત તૈલાદિક સહિત ઇછિત ભેજન આપવું, આમ ઢોવાથી જેઓ નિધન છે અને મજુરી કરનારા છે તેઓ આ તળાવ ઓઢવાના કાપથી સુપે આજીવિકા ચલાવે છે.”
આ પ્રમાણેની તે નગરમાં રહેનારની કહેલી હકીકત સાંભળીને તે ધનસાર બહુ હર્ષિત થયે; પછી પિતાના સર્વ પરિવાર સહિત ધનસાર શેકે ત્યાં જઈને તળાવ પેદાવનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક નમસ્કાર કરી પિતાને તથા પોતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારૂ રાખવા વિનંતી કરી, તે માટે અધિકારી છે કે– હે વૃદ્ધ ! અમારા સવામીના પુણ્ય પ્રભાવથી આ સર્વ કામ કરનારા મજુર સરોવર ખાદવાનું કાર્ય કરવાવડે એ સુખે આજીવિકા ચલાવે છે. તું પણ તારા કુટુંબ સહિત તળાવ ખોદવાને ઉદ્યમ કર અને તે દ્વારા પૈસા મેળવીને સુખેથી સમય પસાર કરી કુટુંબને નિર્વાહ કર.” આ પ્રમાણે તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત ધનસાર શેઠ તળાવ ખોદવાના ઉદ્યમમાં પ્રવર્યાં. હંમેશા મજુરી લઈને નજીકમાં કરેલા ઝૂંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂર્તિ કરવા લાગ્યા, પોતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવતી થયેલા છે આ ન પૂરી શકાય તે પેટને ખાડો પૂરવા માટે શું શું કાર્યો કરતાં નથી ? તેથીજ સાધક મનુષ્યએ પ્રતિક્ષણે કમબંધની ચિંતા કરવાની છે. આ પ્રમાણે કેટલેક કાળ પસાર થયો, એક દિવસ બપોરના સમયે સંપદાથી પરિપૂર્ણ હોવાને લીધે હર્ષિત એવા લેકેથી પરિવરેલા મંત્રી તથા સામાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ઘેડાઓના સમૂહ
૧. દીનાર એક જાતનું નાણું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org