________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલવ
મોટી નગરી કૌશાંબીને જોઈને અહીંતહીં સર્વત્ર તેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કોઈ સજજન | પુરુષને દેખીને તેણે પૂછયું કે હે ભાઈ ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંત, મધ્યમ સ્થિતિવાળાઓ તથા નિર્ધન મનુષ્ય કેવી રીતે રહે છે? કેવી રીતે પિતાની આજીવિકા ચલાવે છે?” ત્યારે તે નગરને રહેવાસી માણસ બે કે –“ પરદેશી ! આ નગરમાં જે ધનવંત છે તે પિતાની મૂડીથી વ્યવસાય -વ્યાપાર કરે છે, કારણ કે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દીવાની જરૂર પડતી નથી, શ્રીમતોથી કયા કયા વ્યાપારા થતા નથી ? તેઓ તો નાણાવટીને’–અનાજ વેચવાને, ઘીનો, સેનીને, મણિયારનો, સુતરને, હીરા, તાંબુળાદિકને, તેલને સોપારી વિગેરેનો, રેશમી વસ્ત્રોને, કપાશીઆને. દેશવટનો (કાપડને), મણિ વિગેરે ને, સેના ચાંદી; કરિયાણુનો, વડાણને, બંધિયાણના, સુગંધી તેલદિકનો વિગેરે સર્વ પ્રકારને વ્યાપાર કરે છે. જેની પાસે વિશેષ પૈસા નથી હોતા તેઓ મોટા શ્રીમંત શ્રેણીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારાદિક કરીને પિતાને નિવડ કરે છે જે જે વ્યાપારમાં કુશળ હોય છે, તે તે પ્રકારનો વ્યાપાર કરીને સુખે સુખે પિતાને નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘટ્ટો (રંટ ) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પોતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્યવડે વ્યાપાર કરીને પોતાનો નિર્વાડ ચલાવે છે, જેઓ અત્યંત નિર્ધન છે. અને ઉદરનિર્વાહ મુશ્કેલીથી કરી શકે છે, તેઓ એક શ્રેણી જાણે જનેના દારિદ્રને ખોદાવી દૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મોટું સરોવર ખોદાવે છે ત્યાં મજૂરી કરીને આજીવિકા ચલાવે છે તે જગ્યાએ આ પ્રમાણે ૧, નદીને કિનારે ઉભા કરેલા પાણીના રે'ટો નદીમાંથી જળ લઈને ક્ષેત્રાદિકને પુરૂ પાડે છે.
For Personal & Private Use Only
Roz
RK.
Jain Education Interna
www.ainelibrary.org